સુરતમાં વહેલી સવારે આ વકીલે હપ્તાખોરીનો કર્યો પર્દાફાશ, ઘટનાનો લાઈવ વીડિયો શેર કરીને બતાવી સમગ્ર હકીકત, જુઓ

સુરતમાં આ વકીલે વહેલી સવારે કર્યું એવું કામ કે, પોલિકર્મીઓ પણ ઉભી પુછડીએ ભાગ્યા? જુઓ વીડિયો

આપણા દેશમાં ભ્રષ્ટાચાર ઠેર ઠેર વ્યાપેલો છે, કોઈપણ નાનું મોટું કામ કરાવવા માટે ગાંધી છાપ નોટ આગળ ધરવી પડે છે, અને જો તમે પૈસા ના આપો તો તમારું કામ અટવાઈ જાય છે. ખાસ કરીને પોલીસ દ્વારા થતા ભ્રષ્ટાચારના ઘણા બધા કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ઘણા વીડિયોમાં પણ જાહેરમાં પોલીસકર્મીઓ હપ્તા ઉઘરાવતા જોવા મળે છે.આવાં અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય છે એવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે

સુરતની અંદરથી પણ આવી જ એક ઘટનાનો પ્રદાફાશ થયો છે. જેને એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા કરવામાં આવ્યો છે. એડવોકેટે લાઈવ વિડીયો શેર કરીને દાવો કર્યો હતો કે અહીં હપ્તાખોરી થાય છે અને તેને આ આખી ઘટનાને ખુલ્લી પાડી હતી, જનતાની સામે આ ઘટનાને સામે લાવવા માટે એડવોકેટે વહેલી સવારે જ બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી પાસે પહોચી ગયા હતા.

ત્યારબાદ  ફેસબુક લાઈવ દ્વારા આ વીડિયો શેર કર્યો છે. તેમને વીડિયોના કેપશનમાં લખ્યું છે, “તારીખ 26/03/2022 ના રોજ વહેલી સવારે 5થી 7 વાગ્યાની વચ્ચે રાત્રીના અંધારામાં સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ જ 5થી 6 યુનિફોર્મ વિનાના અને એક પોલીસ કર્મચારી યુનિફોર્મમાં ઉભા રહી ટ્રક ચાલકો પાસેથી 50, 100, 200 જેટલી રકમનો હપ્તો વસૂલ કરવામાં આવતો હતો.”

તેમને આગળ એમ પણ લખ્યું છે કે, “જે ઘટનાક્રમ દર શનિવારે પુનરાવર્તિત થતો હતો, જે અંગેની ફરિયાદ મને છેલ્લા બે અઠવાડિયાથી મળતી હતી જે અંતર્ગત એક રેકી ગોઠવી અને આ રાત્રિના અંધારામાં કાળા કામ કરતા ભ્રષ્ટાચાર અને બેઈમાન કર્મચારીઓ અને તેમના વચેટિયાઓ દલાલોનો પર્દાફાશ કરી, બેનકાબ કરવામાં આવ્યા.”

તેમને પોતાના સોશિયલ મીડિયામાં 2 વીડિયો શેર કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ ત્યાંથી પસાર થતા વાહનો પાસેથી હપ્તો ઉઘરાવી રહ્યા છે. આ ઉપરાંત તે આખી ઘટના લાઈવ વીડિયોમાં કેદ કરી લીધી હતી, જે હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.હવે આ હપ્તાખોરીમાં કોણ કોણ અધિકારીઓ સામેલ છે અને તેમના પર શું એક્શન લેવાશે એ વિગતોની રાહ જોઈ રહી છે.

તો આ પહેલા પણ મેહુલે સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવકની ગાડી પાર્કિંગ ઝોનમાંથી ટ્રાફિક પોલીસે ઉઠાવી હતી ત્યારે ટ્રાફિક પોલીસની ચોકી પર જઈને આ અંગે પોલીસને નિયમો યાદ કરાવ્યા હતા. વિડીયોમાં દાવો કર્યો છે કે ટ્રાફિક પોલીસે પાર્કિંગ ઝોનમાં પડેલું યુવકનું બાઈક ઉઠાવેલું અને વકીલની આ વાત પોલીસને ગમી ન હતી તો પોલીસે ગુસ્સામાં આવીને વકીલને માર માર્યો હતો અને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડીયો પોસ્ટ કરી ને જણાવ્યું હતું કે, મને સત્તાના નશામાં ચૂર પોલીસ અધિકારીના ખરાબ વર્તનનો અનુભવ થયો. એક સ્ટોર સામે એક યુવકે વાહન પાર્ક કર્યું હતું અને આ વાહન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવ્યું હતું તેમ છતાં ટોઈંગવાળાએ દંડ વસૂલવા માટે યુવકનું વાહન ટો કર્યું હતું. યુવકે ફોન કરીને મને આ અંગે માહિતી આપી હતી. હું ટ્રાફિક પોલીસના ગોડાઉનમાં ગયો હતો અને મેં ફેસબુક લાઈવ કર્યું છે.

Niraj Patel