મેહુલ બોઘરાને રોડ પર માર માર્યો એનો નવો વીડિયો આવ્યો સામે, જુઓ ફટાફટ

સુરતના યુવાન અને ફેમસ વકીલ મેહુલ બોઘરા આજે રવિવારે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે, પોલીસે મારા પર ફરી હુમલો કર્યો છે. પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી બોઘરાએ મીડિયા સાથે વાત કરી હતી.

આજે મેહુલ બોઘરા એ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, હું મારા અંગત કામ માટે ઇસ્કોન મોલ જઇ રહ્યો હતો ત્યારે પરવત પાટીયા પાસે BRTSમાં એક બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી હતી અને તેની પર નંબર પ્લેટ પણ લગાવવામાં નહોતી આવી.

આ ગાડી પર પોલીસ લખેલું હતું. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતના DGPનો એક પરિપત્ર છે કે, પોલીસે કાળા કાચવાળી કે નંબર પ્લેટ વગરના ગાડી રાખવી નહીં. એક જાગૃત નાગરિક તરીકે મેં કારમાંથી ઉતરીને ચેક કરવાની કોશિશ કરી હતી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે?

બોઘરાએ કહ્યું કે, સલામતી ખાતર મેં સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું. વધુમાં એકવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું કે, એ પછી 6થી 7 જેટલાં લોકો આવ્યા હતા અને મારા પર અને ત્યાં ટોળે વળેલા લોકો પર પત્થરમારો કર્યો હતો.

મને માર માર્યો અને સાથે લોકોને પણ મારવામાં આવ્યા હતા. આ બાબતે ફરિયાદ કરવા માટે હું પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તો પોલીસે મને ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેસાડી દીધો. ત્યાં પેલા કાળા કાચ વાલા ભાઇએ મને આવીને ધમકાવ્યો હતો કે તારી સર્વિસ કરવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC