બાલાજી વેફર્સના પરિવારમાં મેઘજીભાઇનું દુઃખદ અવસાન થયું હતું અને પરિવાર ઉંડા શોકમાં, જાણો શું બીમારી હતી

નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સ તો લોકોને યાદ જ હશે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.

અબજોપતિ હોવા છતાં ફાઉન્ડર ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. ચંદુભાઈ આજેય મિત્રો-સ્વજનોનાં લગ્નમાં ટ્રેડિશનલ રાસ પણ લઈ લે છે અને પૌત્રીઓ માટે વૅફર પણ તળી આપે છે.

દરેક વ્યક્તિના આગવા સપના હોય છે, ઘણા લોકો પોતાના સપનાને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે અને એક દિવસ સફળતાની ટોચ ઉપર જરૂર પહોંચે છે. આજે એક નામ નાના બાળકથી લઈને મોટેરાઓ સુધી દરેકને ખબર હશે અને એ નામ છે “બાલાજી નમકીન”.

જ્વલ્લેજ જ કોઈ એવી વ્યક્તિ હશે જેને બાલાજીની કોઈ વસ્તુ અત્યાર સુધી નહિ ખાધી હોય. આજે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બાલાજી નમકીનનું એક આગવું નામ છે, આજે બાલાજી નમકીન કરોડોનું સામ્રાજ્ય ધરાવે છે. પરંતુ આ સામ્રાજ્ય ખડું કરવા પાછળની મહેનત વિશે ઘણા લોકો અજાણ હશે.

પ્રખ્યાત બાલાજી વેફર્સ પરિવારના મેઘજીભાઇ વિરાણીનું નિધન થઇ ગયુ છે, તેમને કોરોના થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રીપોર્ટ તો નેગેટિવ આવી ગયો હતો પરંતુ તેમના ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી તેઓ સારવાર હેઠળ હતા અને તે દરમિયાન જ તેમનું આજે નિધન થઇ ગયુ છે.

બાલાજી વેફર્સના મેઘજીભાઇ વિરાણીનું નિધન થવાથી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ જવેલર્સના વેપાર સાથે જોડાયેલ હતા. મેઘજીભાઇ ભીખાભાઇ અને ચંદુભાઇ તથા કનુભાઇના મોટા ભાઇ હતા, તેઓનું દુખદ અવસાન થતા પરિવાર શોકમાં છે. મેઘજીભાઇને એક દીકરો અને બે દીકરીઓ છે. વર્ષ 2010માં કોંગ્રેસમાંથી તેઓ વોર્ડ નંબર 10માંથી એક કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા.

આ પણ વાંચજો તમને ગમશે : વિદેશી કંપનીઓને ધૂળ ચટાવનારા BALAJI વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીને કઈ રીતે મળી સફળતા? આજે વાંચો સ્ટોરી – નાની શરૂઆત કરીને લાંબી ઉંડાણ ભરીને ઘણા લોકોએ પોતાની જાતને સાબિત કરી બતાવ્યા છે. ઘણા બિઝનેસમેને પોતાના ઇરાદાઓને મજબૂતાઈથી નિભાવ્યા છે અને આજે એક મુકામ પર પહોંચ્યા છે. ત્યારે આજે એવી જ એક બ્રાન્ડ વિશે વાત કરીએ, જે ગુજરાતની ગલીઓમાંથી નીકળીને હવે એક ચર્ચિત બ્રાન્ડ બની ગયી છે. વાત કરીએ છીએ બાલાજી નમકીન વિશે… બાલાજી નામકીનના માલિક ચંદુભાઈ વિરાણી એક સફળ બિઝનેસમેન છે જેમને ઘણા સંઘર્ષ બાદ પણ હાર ન માની અને આજે તેઓ 1500 કરોડની કંપનીના માલિક છે. પોતાના ભાઈઓ સાથે શરુ કરેલા બિઝનેસમાં ચંદુભાઈ આજે એમડી છે.

બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સ્થાપક ચંદુભાઈ વિરાણી, જેમને આજથી વર્ષો પહેલા પોતાના ઘરે જ બાલાજી વેફર્સ બનાવવાનું શરૂ કર્યું હતું, જે આજે એક મોટી અને સફળ કંપની બની ગઈ છે. ગુજરાતમાં તો ઠીક પણ ગુજરાતની બહાર અને આખા ભારતભરમાં અને દેશ વિદેશમાં બાલાજી વેફરસે ડંકો વગાડયો છે.

તમને જણાવી દઈએ કે અત્યારનું બજાર 82%થી પણ વધારે બાલાજીના પેકેટથી ભરેલું છે. તેની સફળતા આકાશ આંબી ચૂકી છે. નાના મોટા સૌ કોઈને માટે બાલાજીનું નામ નવું તો નથી. આ કંપની હાલ રોજના 3500000 બટાકાના વેફરના પેકેટનું મેન્યૂ ફેક્ચરિંગ કરે છે અને સાથે સાથે બીજી નાસ્તાની નમકીન તો બનાવવાની જ, જેમ કે શીંગ ભુજીયા, મસાલા સીંગ, મસાલા વેફર, સાદી વેફર, મોળી વેફર, ટામેટાં વેફર, સેવ મમરા અને બીજી ઘણી બધી નમકીન અને ચવાણા તો ખરા જ. તો ચાલો આજે જાણીએ આ સફળતાનું રહસ્ય.

બાલાજીની વેફરની સફળતાનું રહસ્ય –

આમ જોઈએ તો ગુજરાત તો ઠીક પણ આખા ભારત અને ભારતની બહાર વિદેશમાં પણ બાલાજીના જ પેકેટની માંગ વધારે છે. હાલની બાલાજીની મજબૂત સ્થિતી જોતાં લાગી રહ્યું છે કે કોઈ મોટામાં મોટી કંપની પણ બાલાજીની સામે ટક્કર ન લઈ શકે. કોઈપણ પ્રકારનું કારકેટિંગ નહી, કે કોઈ મોટી જાહેરાત નહી, ના કોઈ લલચાવનાર સ્કીમ તો પણ આમ જોઈએ તો હાલની બજાર 82% બાલાજીના પેકેટથી જ ભરાયેલ છે. તો ચાલો આજ જાણીએ કે ચંદુભાઈની આ કંપની બાલાજીની સફળતાનું રાઝ.

બાલાજી વેફરનો સકસેસ મંત્ર:

  • જિંદગીમાં ક્યારેય હાર ન માનો
  • નવા નવા અને ચમત્કારિક વિચારો અપનાવતા જ રહો.
  • જેમાં કોમ્પિટિશન હોય એ જ કામમાં ઝંપલાવવું
  • જે કામ કરો તેમાં દિલથી મહેનત કરી તેને સફળ બનાવવાના જ પ્રયત્નો કરવા.
  • ધંધાના માર્કેટિંગ બાબતે ધ્યાન આપવું,
  • કોઈપણ વર્કના કે વસ્તુમાં ક્વોલિટી જળવાઈને લોકોને સંતોષ મળે તેનું ધ્યાન રાખવું.
Shah Jina