સૌથી મોટા રેકેટનો ખુલાસો, 73 યુવક યુવતિઓ પકડાયા આપત્તિજનક હાલતમાં, 200 કે 300 નહિ પણ અધધધ કોન્ડમ મળ્યા

દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં શનિવારે એક મોટા શરીર સંબંધના રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે બીજેપી નેતાના આ વેશ્યાલય પર દરોડા પાડીને 6 સગીર બાળકોને બચાવ્યા અને 73 લોકોની ધરપકડ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન લગભગ 400 દારૂની બોટલો અને 500થી વધુ કોન્ડમ મળી આવ્યા હતા. પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે એક માહિતીના આધારે આતંકવાદીમાંથી રાજકારણી બનેલા મારકની માલિકીના ફાર્મહાઉસ રિમ્પુ બાગાન પર શનિવારે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમે છ સગીરોને બચાવ્યા છે, જેમાંથી ચાર છોકરાઓ અને બે છોકરીઓ છે. આ બાળકો મેઘાલય ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારક અને તેમના સહયોગીઓ દ્વારા વેશ્યાવૃત્તિ માટે રિનપુ બાગાનમાં ગંદા રૂમમાં બંધ મળી આવ્યા હતા. એસપીએ કહ્યું કે તમામ બાળકો સુરક્ષિત છે અને કાયદા મુજબ તેમને જરૂરી કાર્યવાહી માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી (DCPO)ને સોંપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે દરોડામાં 27 વાહનો, 8 ટુ-વ્હીલર, દારૂની 400 બોટલ, 500થી વધુ કોન્ડમ અને ક્રોસબો અને તીર જપ્ત કરવામાં આવ્યા છે અને 73 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે ફાર્મહાઉસમાં 30 નાના રૂમ છે. તેમને આશંકા છે કે આ એ જ જગ્યા છે જ્યાં એક છોકરીનું યૌન શોષણ થયું હતું અને ફેબ્રુઆરી 2022માં આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મારકે ગારો આદિજાતિ સ્વાયત્ત જિલ્લા પરિષદના ચૂંટાયેલા સભ્ય, મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાને દરોડા સંદર્ભે એક નિવેદનમાં નિશાન બનાવ્યા.

મારકે ‘વેશ્યાલય’ ચલાવવાના આરોપને નકારી કાઢ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી હતાશ થઈ રહ્યા હતા કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ દક્ષિણ તુરા બેઠક પરથી હારી રહ્યા છે. મારા ફાર્મહાઉસ પર દરોડો મારી છબી અને રાજકીય બદલો લેવાનો ભયાવહ પ્રયાસ છે. પોલીસે જણાવ્યું કે મારકની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતૃત્વમાં સત્તાધારી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ છે.નેતા વિરુદ્ધ 25થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

Shah Jina