દીકરી સામે માતાને કિસ કરી ભાગ્યો મોપેડ સવાર, પોલિસે શીખવ્યો એવો સબક કે…જિંદગી ભર યાદ રહેશે

મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના અહમદનગરમાંથી એક શરમજનક ઘટના સામે આવી, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. 20 મેના રોજ બપોરે એક બુરખો પહેરેલી મહિલા તેની દીકરી સાથે રસ્તા પર ચાલી રહી હતી, ત્યારે મોપેડ પર સવાર એક યુવકે અચાનક જાહેરમાં મહિલાને કિસ કરી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો 26 મેના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી મોડી સાંજે આરોપી સુહેલની ધરપકડ કરી.

મેરઠના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. પોલીસે વીડિયોના સ્થાનની પુષ્ટિ કરી અને આરોપીને ઓળખવા માટે ટીમો બનાવી. લગભગ સાત કલાકની મહેનત પછી આરોપીની ઓળખ અહમદનગરના રહેવાસી સુહેલ તરીકે થઈ. પોલીસે તેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by NDTV India (@ndtvindia)

ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં સુહેલે તેના કાન પકડીને માફી માંગી અને કહ્યું, ‘સાહેબ, મેં ભૂલ કરી છે, તે ફરી ક્યારેય નહીં થાય.’ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો.

Previous Article

ઓરેન્જ ટાઇટ ડ્રેસમાં એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ મચાવી તબાહી, ઉપરનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે, જુઓ તસવીરો

Next Article

પવન સિંહના ભોજપુરી ગીતે મચાવી ધમાલ, સોનમ મલિક સાથે વિખેર્યો રોમાન્સનો જલવો

error: Protected Content!