BREAKING: એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકસાથે 6 અર્થી ઉઠી, દરેક ઘરના ચૂલા બંધ, જુઓ અંતિમ તસવીરો 

Uttar pradesh Meerut : મેરઠના ઘનપુર ગામમાં શોકનો માહોલ ત્યારે ફરી વળ્યો જ્યારે ગાઝિયાબાદમાં રોડ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા. આ ઘટના બાદ આસપાસના લોકો પણ રડતા સ્વજનોને સાંત્વના આપવા ઘરે પહોંચ્યા હતા. બીજી તરફ સવારે અકસ્માતની જાણકારી મળતાં જ સંબંધીઓ ગાઝિયાબાદ પહોંચી ગયા હતા. (તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર)

પરિવાર ખાટુ શ્યામ દર્શન કરવા જઇ રહ્યો હતો
ઘનપુર ગામના રહેવાસી જયપાલ અને તેની પત્ની બંને પુત્રો નરેન્દ્ર-ધર્મેન્દ્ર અને તેમના પરિવારજનો સાથે ખાટુ શ્યામ જવા માટે મંગળવારે સવારે 4 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ગાઝિયાબાદમાં હાઇવે પર રોંગ સાઇડથી તેજ ગતિએ આવી રહેલી સ્કૂલ બસે કારને જોરદાર ટક્કર મારી અને આ અકસ્માતમાં નરેન્દ્ર, પત્ની અનિતા, બે પુત્ર, ધર્મેન્દ્રની પત્ની, પુત્રીનો સમાવેશ થાય છે. બીજી તરફ ગામમાં આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. નજીકના ગામડાઓમાંથી સેંકડો ગ્રામજનો સ્વજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

એકસાથે 6 અર્થી ઉઠી
ત્યાં એસડીએમ મવાના પણ પરિવારના સભ્યોને મળવા પહોંચ્યા હતા. જો કે, મૃતદેહ ગામ પહોંચ્યા બાદ એકસાથે 6 અર્થી ઉઠી હતી અને આ દરમિયાન આખું ગામ હિબકે ચઢ્યુ હતુ. ઘટનાને લઇને ગામમાં કોઈ પણ ઘરમાં ચૂલો પણ સળગ્યો નહોતો. આટલી મોટી આફત આજદિન સુધી ગામમાં આવી ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે મંગળવારે સવારે ગાઝિયાબાદ હાઈવે પર એક ખૌફનાક અકસ્માતમાં ગામના રહેવાસી બે ભાઈ નરેન્દ્ર, ધર્મેન્દ્રના પરિવારના 6 લોકોના મોત થયા હતા.

સ્કૂલ બસ રોંગ સાઈડથી તેજ ગતિએ આવી રહી હતી
પરિવાર ખાટુ શ્યામજીના દર્શન કરવા જઈ રહ્યો હતો અને આ દરમિયાવ એક સ્કૂલ બસ રોંગ સાઈડથી આવી રહેલી હોવાને કારણે અને સ્પીડ પણ વધારે હોવાને કારણે અકસ્માત થયો. મોડી રાત્રે પરિવારજનોની ડેડબોડી ગામમાં પહોંચી અને અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોઈ તો આખું ગામ હિબકે ચઢ્યુ.

Shah Jina