ખજુરભાઈના ઘરે કંકુ પગલાં પાડનાર મીનાક્ષી દવેની પીઠીની તસવીરો આવી સામે, જોઈને તમે પણ કહેશો.. “નીતિન જાનીના કુળને દીપાવશે…”

ખજુરભાઈની ભવભવની સંગીની બનેલી મીનાક્ષી દવેએ શેર કરી તેની પીઠીની તસવીરો, પરિવાર સાથે કરાવી મુલાકાત, જુઓ

Meenakshi Dave shared pictures of Pithi : નીતિન જાની આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે અને આજે દરેક ઘરમાં તેમની આગવી ઓળખ છે. નીતિન જાણીને આજે આખું ગુજરાત ગરીબોના મસીહા તરીકે ઓળખે છે, નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ કરી ના શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના પણ ખુબ જ પ્રિય વ્યક્તિ છે. ત્યારે ગઈકાલે નીતિના જાનીના જીવનનો એક ખુબ જ સુંદર દિવસ હતો. ગઈકાલે તેમને પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા.

મીનાક્ષી સાથે કર્યા લગ્ન :

નીતિન જાનીના લગ્ન વિશે કોઈને ખબર નહોતી અને ગઈકાલે જયારે તેમને પોતાના લગ્નની તસવીરો શેર કરી ત્યારે સૌ કોઈ હેરાન રહી ગયા હતા. આ સાથે જ તેમની તસવીરો વાયરલ થતા જ લોકોએ પણ તેમને મોટી સંખ્યામાં શુભકામનાઓ પણ પાઠવી હતી. ખજુરભાઈના હુલામણા નામથી જાણીતા એવા નીતિનભાઈએ ગયા વર્ષે મીનાક્ષી દવે સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ મીનાક્ષી દવેને પણ ખજુરભાઈના ચાહકો તરફથી ખુબ જ પ્રેમ મળ્યો છે.

પીઠીની તસવીરો થઇ વાયરલ :

નીતિન જાની અને મીનાક્ષી દવેએ લગ્નની તસવીરો શેર કર્યા બાદ આજે મીનાક્ષીએ તેના પીઠીની તસવીરો શેર કરી છે જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં મીનાક્ષી પોર પીઠી ચોળાયેલી જોવા મળી રહી છે. આ દરમિયાન મીનાક્ષીનો આખો પરિવાર પણ તેની સાથે છે. મીનાક્ષી દવેએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “મારો સુંદર પરિવાર”

ચાહકોએ આપી શુભકામનાઓ :

મીનાક્ષી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો થોડા જ સમયમાં વાયરલ થઇ ગઈ અને ચાહકો પણ તેમને શુભકામનાઓ પાઠવતા જોવા મળી રહ્યા છે. ગતરોજ મીનાક્ષી દવે અને નીતિનભાઈના ખુબ જ ધામધૂમથી લગ્ન થયા અને લગ્નની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

ખજુરભાઈની ટીમ પણ લગ્નમાં હાજર :

ખજુરભાઈના લગ્ન પ્રસંગે તેમની સમગ્ર ટીમ પણ હાજર રહી હતી.  નીતિનભાઈ સાથે હંમેશા જોવા મળતા ધવલ મકવાણાએ પણ તેમના લગ્નની તસવીરો શેર કરી છે. જેમાં તે લગ્ન કરનાર કપલ સાથે ઉભા જોવા મળે છે. તો તેમની ટીમના મહેશ દાદાએ પણ લગ્નની તસવીરો શેર કરી છે. જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મંદિરમાં નીતિનભાઈની માતાને પસંદ આવી મીનાક્ષી :

તમને જણાવી દઈએ કે મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું. મીનાક્ષી દવે સામાન્ય લોકોની જેમ જ ખજુરભાઈની એક ચાહક હતી અને તે પણ તેમના વીડિયો જોતી હતી.

પહેલા ખજુરભાઈની ચાહક હતી મીનાક્ષી દવે :

મીનાક્ષી દવેએ પહેલીવાર ખજુરભાઈને ત્યારે જોયા જયારે તેઓ મીનાક્ષી દવેના ગામમાં એક માજીનું ઘર બનાવવા આવ્યા હતા, ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે સેલ્ફી લીધી અને ત્યારે તેને સપનામાં પણ ખબર નહોતી કે તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં કંકુ પગલાં પાડશે.

Niraj Patel