મીનાક્ષી દવેએ નીતિન જાની સાથે શેર કરી ટ્રેડિશનલ અટાયરમાં ખૂબસુરત તસવીરો, લખી દીધી દિલની વાત…ખજુરભાઇએ આપ્યો આવો જવાબ

મીનાક્ષી દવેએ ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરતા જ ખજુરભાઇએ કહી દીધી આ વાત, જુઓ ખજુરભાઈ અને મીનાક્ષી ભાભીની ખુબસુરત તસવીરો

નીતિન જાની સેવાકીય કાર્યોની સાથે સાથે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ તેઓ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. ઘણીવાર તેમની અને મીનાક્ષીની તસવીરો સામે આવતી રહે છે. ત્યારે હાલમાં મીનાક્ષી દવેએ ખજુરભાઇ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સાડીમાં અને નીતિન જાની કુર્તા-પાયજામામાં જોવા મળે છે.

મીનાક્ષી ગુજરાતી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે નીતિનભાઇ પણ ટ્રેડિશનલ અટાયરમાં કંઇ ઓછા હેન્ડસમ નથી લાગી રહ્યા. આ તસવીરો શેર કરતા મીનાક્ષી દવેએ લખ્યુ- તમારાથી જ બધુ કંપલીટ છે. (With you Everything is complete❤️ @nitinjani24) જ્યારે આ તસવીરો પર કમેન્ટ કરતા નીતિન જાનીએ લખ્યુ સો બ્યુટીફુલ.

જણાવી દઇએ કે, નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ કરી ના શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના ખુબ જ પ્રિય વ્યક્તિ પણ છે. જિગલી ખજૂરના કોમેડી વીડિયોથી લોકોને પેટ પકડીને હસાવનાર ખજૂરભાઇ છેલ્લા થોડા વર્ષોથી કોમેડી કિંગ તરીકે નહિ પરંતુ એક મસીહા તરીકે ઓળખાવવા લાગ્યા છે.

તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની લોકસેવાના કામોમાં લાગ્યા અને અત્યાર સુધી તેઓ હજારો લોકોને મદદ કરી ચુક્યા છે અને ઘર વિહોણા લોકોને અથવા તો જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમને નવા ઘર પણ બનાવી આપ્યા છે. અંગત જીવનની વાત કરીએ તો, નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે ખૂબ જ અંગત રીતે લગ્ન કર્યા હતા.

આટલું મોટુ નામ હોવા છત્તાં પણ તેમણે કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી લગ્ન કર્યા. નીતિન જાની આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે અને આજે દરેક ઘરમાં તેમની આગવી ઓળખ છે. નીતિન જાણીને આજે આખું ગુજરાત ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.

તમને જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે. જેના વિશે મીનાક્ષી દવેએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું.

Shah Jina