ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની અવાર નવાર તેમના કાર્યોને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ નીતિન જાની મીનાક્ષી દવે સાથે સગાઇના તાંતણે બંધાયા છે. આ માહિતી મીનાક્ષી દવે અને ખજુરભાઇ બંનેએ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ખજુરભાઇએ તેમની સગાઇની તસવીર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને પણ ટેગ કરી હતી.
ત્યારે હવે મીનાક્ષી દવેએ હાલમાં જ ત્રણ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે નીતિન જાની સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં મીનાક્ષી દવેએ યલો લહેંગા ચોલી સાથે ગ્રીન અને યલો બાંધણી સ્ટાઇલનો દુપટ્ટો કેરી કર્યો છે. આ ઉપરાંત બે તસવીરમાં નીતિન જાની પણ મીનાક્ષી દવે સાથે જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં નીતિન જાની તેમની થવાવાળી પત્નીને કાનમાં કંઇક કહેતા અને બીજી તસવીરમાં તેઓ મીનાક્ષી સાથે જોઇ હસતા જોવા મળી રહ્યા છે.
આ તસવીરોને અત્યાર સુધી 32 હજારથી વધુ લોકોએ લાઇક કરી છે અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે. નીતિન જાની પણ ક્રિમ શેરવાનીમાં હેન્ડસમ દેખાઇ રહ્યા છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ નીતિન જાનીની ભાવિ પત્નીએ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં નીતિન જાની અને મીનાક્ષી દવે બંને સાથે જોવા મળી રહ્યા હતા. તે તસવીરોમાં મીનાક્ષી દવે પર્પલ રંગના ટ્રેડિશનલ લુકમાં અપ્સરા લાગી રહી હતી,
તો નીતિન જાની શેરવાનીમાં કોઈ રાજકુમારથી કમ નહોતા લાગી રહ્યા. તમને જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ થવાના છે. જેના વિશે મીનાક્ષી દવેએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું.
મીનાક્ષી પણ સામાન્ય ચાહકોની જેમ જ ખજુરભાઈની એક ચાહક હતી અને તે પણ તેમના વીડિયો જોતી હતી. મીનાક્ષી દવેએ પહેલીવાર ખજુરભાઈને ત્યારે જોયા હતા જયારે મીનાક્ષી દવેના ગામમાં તે એક માજીનું ઘર બનાવવા આવ્યા હતા, ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે સેલ્ફી પણ લીધી હતી અને ત્યારે તેને સપનામાં પણ ખબર નહોતી કે તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં કંકુ પગલાં પાડશે.