2026માં આ 1 રાશિ પર રહેશે સાડાસાતીનું સૌથી મુશ્કેલ ચરણ, સૌથી અઘરો સમય આવશે, બચવું હોય તો આટલું કરો

શનિની સાડાસાતી ત્રણ તબક્કામાં હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિની સાડાસાતીનો બીજો તબક્કો સૌથી વધારે મુશ્કેલ ગણવામાં આવે છે. શનિની સાડાસાતીના પ્રભાવને કારણે વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક તકલીફ સહન કરવી પડે છે. શનિ ગોચર દરમિયાન જે રાશિમાં વિરાજમાન હોય તે રાશિ પર તેનો સૌથી વધુ અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડાસાતીને જીવનની સૌથી મુશ્કેલ કસોટીમાંથી એક ગણવામાં આવે છે.

શનિ સાડાસાતીના આ તબક્કા દરમિયાન વ્યક્તિની સહનશક્તિ, કર્મ અને આંતરિક શક્તિની કઠોર કસોટી થાય છે. સાથે જ વ્યક્તિને આ સમય દરમિયાન તેના સારા અને ખરાબ કર્મોનું પરિણામ મળે છે. વર્ષ 2026 માં મીન રાશિ પર સાડાસાતીનો સૌથી મુશ્કેલ સમય શરુ થશે. આ સમય દરમિયાન મીન રાશિના લોકોએ સ્વાસ્થ્ય, કારકિર્દી અને આર્થિક બાબતોમાં ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા પડશે.


મીન રાશિ પર શનિની સાડાસાતીનો સૌથી મુશ્કેલ તબક્કો

નવા વર્ષમાં મીન રાશિ પર શનિની સાડાસાતીનો સૌથી મુશ્કેલ તબક્કો શરુ થશે. જેને કારણે આ રાશિના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કામમાં અવરોધ આવી શકે છે, વધારે પ્રયત્ન કરવા છતાં પરિણામ ન મળે. માનસિક ચિંતા વધી શકે છે. આ સમય દરમિયાન મીન રાશિના લોકોએ સહનશક્તિથી કામ લેવું પડશે. વાણીમાં મધુરતા જાળવી રાખવી. ઓફિસ રાજકારણમાં તાણ વધી શકે છે. નોકરી બદલવાનું વિચારતા લોકો માટે ઉતાવળ મુશ્કેલીનું કારણ બની શકે છે.

મીન રાશિના લોકોએ શું કરવું :

મીન રાશિના લોકોએ વર્ષ 2026 માં સહનશક્તિથી કામ લેવું. કોઈપણ પ્રકારના ટૂંકા માર્ગથી બચવું. રોકાણ સમજીને કરવું. નાણાં ઉધાર આપવાથી બચવું. સ્વાસ્થ્ય પર આ વર્ષમાં ખાસ ધ્યાન આપવું. ઊંઘ પૂરી કરવી. સ્વાસ્થ્ય સમસ્યા થાય તો તેને અવગણવી નહીં. ક્રોધ પર નિયંત્રણ રાખવું. સંબંધોમાં ગેરસમજ ન વધે તે માટે સમજદારીથી વર્તવું. દર શનિવારે શનિદેવની પૂજા કરો અને રોજ શનિ ચાલીસાનો પાઠ કરો. શનિવારે કાળા તલ, સરસવનું તેલ અને કાળા કપડાનું દાન કરો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબ, વયસ્કર કે જરૂરતમંદની સેવા કરો.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
Previous Article

ત્રિગ્રહી યોગ 2026:  મકરસંક્રાંતિથી આ 4 રાશિના લોકોને મળશે અપાર ધનલાભ અને સમૃદ્ધિ

Next Article

2026માં સાવધાન: શનિની ઢૈય્યા સિંહ અને ધન રાશિ માટે લાવશે મુશ્કેલીનો પહાડ, આગામી વર્ષ રહેશે કસોટીથી ભરેલું

error: Unable To Copy Protected Content!