અમદાવાદમાં બે દિવસ પહેલા ગળું કાપેલી હાલતમાં મળી હતી યુવકની લાશ, પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો અને સામે આવી એવી હકીકત કે…….

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ અને હત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ હત્યાના બનાવો સામે આવવા લાગ્યા છે, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારની અંદર બે દિવસ પહેલા જ એક યુવકની માથું અને ધડ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, ત્યારે પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

અમદાવાદમાં મળી આવેલી આ લાશના કેસમાં તપાસ કરી રહેલી પોલીસે મઝહર ઉર્ફે કસાઈ કુરેશી નામના વ્યક્તિની ધપરકડ કરી હતી. આ કેસમાં આરોપી મઝહરની પુછપરછ કરતા ઘણા ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આ ઝઘડો અંગત અદાવતનો હતો અને તેના જ કારણે હત્યા કરવામાં આવી હતી.

મઝહરે પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા નિપજાવી દીધી હતી. બાદમાં શાહરુખની લાશને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી. સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.

10 દિવસ પહેલા થયેલી હત્યાની ઘટના સામે આવી અને તપાસનો ધમધમાટ શરૂ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો, ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. જે કબૂલાત બાદ પોલીસે આરોપીના મોબાઇલ કબજે કર્યા છે.

આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સીરીન સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી મઝહરની બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. જે વાતનો બદલો લેવા મઝહર એ મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી. આ હત્યાને અંજામ આપતા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Niraj Patel