પાટણની પરણીતાએ વીડિયો બનાવીને કેનાલમાં લગાવી મોતની છલાંગ, કહ્યું: “વિષ્ણુએ મને લગ્નનો વાયદો કરી બીજા જોડે ચાલુ થયો….”

જુઓ VIDEO બનાવી પરણીતાએ કેનાલમાં કૂદી: “લગ્નના વાયદા કરીને બીજી યુવતી સાથે ચાલુ થઇ મારા સાસરિયામાં બદનામ કરી મને ક્યાંની ના રાખી”

આજકાલ પ્રેમ સંબંધો તૂટવાના કારણે ઘણા લોકો મૃત્યુને વહાલું કરતા હોય છે. થોડા સમય પહેલા જ બાલાસિનોરના એક યુવકે નર્મદા કેનાલમાં જંપલાવ્યું હતું. જેમાં પણ પ્રેમમાં દગો મળ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી પ્રેમમાં દગો મળવાના કારણે નહેરમાં કૂદીને મોતને વહાલું કરી રહી છે.

આ ઘટના બની છે ચાણસ્મા-હારીજ હાઇવે ઉપર આવેલા રામગઢ કંબોઈ વચ્ચેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ઉપર. જ્યાં એક યુવતી પોતાના મોબાઈલની અંદર કેનાલમાં છલાંગ લગાવતા પહેલા એક વીડિયો બનાવે છે અને આ વીડિયોની અંદર શા કારણે આપઘાત કરી રહી છે તેની પાછળનું કારણ પણ જણાવે છે.

વીડિયોની અંદર યુવતી જણાવી રહી છે કે, “હું આ કેનાલમાં પાડીને મરી જાઉં છું, અને મારુ મરવાનું એક જ કારણ છે કે વિષ્ણુ. તેને મારી જિંદગીની પથારી ફેરવી નાખી. પહેલા તેને મને લગ્નના વાયદા કર્યા. પછી બીજી છોકરી સાથે ચાલુ થઇ અને મારા સાસરિયામાં અને બધે જ મને બદનામ કરી અને ક્યાંયની ના રાખી. એના કારણે હવે મને મરવા સિવાય કોઈ રસ્તો નથી.”

યુવતીએ આ વીડિયો બનાવ્યા બાદ પોતાની બહેનને સેન્ડ કરી દીધો હતો અને ત્યારબાદ કેનાલની અંદર મોતની છલાંગ લગાવી હતી. હજુ તેનો મૃતદેહ મળ્યો નથી. આ યુવતીનું નામ વાસંતી હોવાનું સામે આવી રહ્યું છે.

મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ યુવતી ચાણસ્મા તાલુકાના ખીમીયાણા ગામમાં રહેતા ચતુરજીની દીકરી વાસંતી હતી. જેની ઉંમર 24 વર્ષ હતી. તેના લગ્ન સાત વર્ષ પહેલા ચાણસ્માના મુકેશજી ગણેશજી સાથે થયા હતા.

ગુરુવારના રોજ સવારે યુવતી બ્રાહ્મણવાડામાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને ત્યાંથી જ તે બપોરે નીકળી જઈને ચાણસ્મા-હારીજ હાઇવે ઉપર આવેલા રામગઢ કંબોઈ વચ્ચેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ઉપર આવી ગઈ હતી. જ્યાં તેને કેનાલમાં છલાંગ લગાવતા પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

વાસંતીને એક 5 વર્ષનો દીકરો પણ છે. તે છેલ્લા 3-4 મહિનાથી પોતાના પિયરમાં જ રહેતી હતી. કેનાલમાં કુદતા પહેલા તેના આ વીડિયો બનાવીને પોતાની બહેનને સેન્ડ કરી દીધો હતો. નહેરમાં કુદતા આસપાસના લોકોએ દૂરથી જોતાં ખેડૂત મજૂરો ત્યાં દોડી ગયા હતા અને ડૂબતી બચાવવા દોરડા લાવી કોશિશ કરી હતી, પણ યુવતી આખરે ડૂબી ગઇ હતી.

યુવતીના પિતાને આ બાબતની જાણ થતા જ ચાણસ્મા પોલીસ મથકે જાણવાજોગ દીકરી ગુમ થવાની અરજી આપી હતી. એ અનુસાર ચાણસ્મા પોલીસે સ્થળ પર આવી તપાસ આદરી હતી. યુવતી પ્રેમમાં દગો આપનાર પ્રેમી વિષ્ણુની તમામ હકીકત પણ આ વીડિયોની અંદર જણાવી રહી છે. તેમજ તેના પરિવાર વિશે પણ તે જણાવે છે અને અંતે તે એમ જ કહે છે કે “હવે હું રહેવાની નથી, તમારે એને જે સજા આપવી હોય તે આપજો.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel