ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર નવોજોત સિંહ સિદ્ધુના ઘરે ગુંજી લગ્નની શરણાઈ, દીકરો લઇ આવ્યો રૂપ રૂપનો અંબાર જેવી દુલ્હન, જુઓ તસવીરો

નવજોત સિંહ સિદ્ધુનો દીકરો બંધાયો લગ્નના બંધનમાં, લગ્નની તસવીરો થઇ રહી છે વાયરલ, ચાહકો સાથે સેલેબ્સ પણ આપી રહ્યા છે શુભકામનાઓ, જુઓ

Marriage of son of Navjot Singh Sidhu : હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસો સાથે ઘણા સેલેબ્સના લગ્નની ખબર પણ સામે આવતી હોય છે. તો ઘણીવાર કેટલાક સેલેબ્સના પરિવારમાંથી પણ લગ્નની ખબરો સામે આવે છે, ત્યારે હાલ એવા જ એક લગ્નની ખબર સામે આવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કપિલ શર્મા શોના જજ નવજોત સિંહ સિદ્ધુએ તાજેતરમાં જ તેમના પુત્રના લગ્ન કર્યા છે. તેમના પુત્ર કરણ સિદ્ધુના લગ્ન પટિયાલામાં ખૂબ જ ધામધૂમથી થયા. નવજોત સિંહ સિદ્ધુએ હવે સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધામધૂમથી થયા લગ્ન :

નવજોત સિંહ સિદ્ધુએ તેમના પુત્રના લગ્નમાં ખૂબ આનંદ કર્યો. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની કેટલીક ખાસ પળો પણ શેર કરી છે. નવજોત સિંહ સિદ્ધુના પુત્ર કરણે ઇનાયત રંધાવા સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટામાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. નવજોત સિંહ સિદ્ધુની વહુ ગુલાબી રંગના હેવી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં જોવા મળી હતી અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઇનાયત રંધાવાએ ભારે જ્વેલરી સાથે પોશાકની જોડી બનાવી હતી. તેના બ્રાઈડલ લુકમાં ગોલ્ડન ઈયરિંગ્સે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

નવોજોત સિંહ સિદ્ધુએ કરી તસવીરો શેર :

નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પુત્રના લગ્નનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “દીકરાના લગ્નનો દિવસ… ખુશીનો દિવસ.” ફોટામાં નવજોત સિંહની પત્ની અને પુત્રી પણ જોવા મળી રહી છે. કરણ સિદ્ધુએ તેના લગ્નમાં પહેલીવાર પેસ્ટલ રંગની શેરવાની પહેરી હતી. આ સાથે તેણે મેચિંગ પાઘડી પહેરી હતી અને કિરપાન સાથે શીખ વરરાજાનો દેખાવ પૂર્ણ કર્યો હતો. કરણ સિદ્ધુ અને ઇનાયત રંધાવાએ ગુરુદ્વારામાં શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જ્યાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો.

જૂનમાં કરાવ્યો હતો પરિચય :

નવજોત સિંહ સિદ્ધુએ આ વર્ષે જૂનમાં તેમની પુત્રવધૂ સાથે તેમનો પરિચય કરાવ્યો હતો. તેણે X પર પરિવાર સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી અને ઘરમાં નવા મહેમાનનું સ્વાગત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે “દીકરાએ તેની માતાની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી છે… દુર્ગા-અષ્ટમીના આ શુભ દિવસે, માતા ગંગાના ખોળામાં, એક નવી શરૂઆત, અમારી ભાવિ પુત્રવધૂ ઇનાયત રંધાવાને મળો.”

Niraj Patel