પોતાના નિવેદનથી મનોજ મુંતશિરે મારી પલ્ટી, રિલીઝ પહેલા શું કહેતો હતો અને હવે શું કહ્યું ? સાંભળીને લોકોએ લીધો આડેહાથ… જુઓ
Manoj Muntashir Slammed : તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ “આદિપુરુષ” હાલ ખુબ જ વિવાદોમાં ચાલી રહી છે. આ ફિલ્મે દર્શકોની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ફિલ્મની રાહ દર્શકો છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા કારણ કે આ ફિલ્મને લોકો રામાયણ આધારિત માનતા હતા અને આ ફિલ્મનું બજેટ પણ 600 કરોડ જેટલું હતું, પરંતુ ફિલ્મ જોયા બાદ હવે દર્શકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.
આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તે લોકોના નિશાના પર છે. કારણ કે પબ્લિક પ્રભાસ સ્ટારર આ ફિલ્મના ડાયલોગ્સથી ખૂબ જ નાખુશ છે. આટલા વિવાદ પછી મેકર્સે કહ્યું કે જે ડાયલોગને લઈને લોકો નારાજ છે તેને બદલવામાં આવશે. પહેલા ફિલ્મના સીન અને ડાયલોગની ટીકા થઈ રહી હતી, હવે મનોજ મુંતશિરના નિવેદને હંગામો મચાવી દીધો છે.
હાલમાં જ ‘આદિપુરુષ’ના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિર દાવો કર્યો છે કે હનુમાનજી ભગવાન નથી પરંતુ ભક્ત છે. જ્યારથી મનોજ મુંતશિરનું આ નિવેદન સામે આવ્યું છે, ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારથી જ મનોજ મુંતશિરની ટીકા થઈ રહી છે.
લોકો તેમના લખેલા સંવાદો પસંદ નથી કરી રહ્યા, ખાસ કરીને બજરંગબલીના સંવાદો. આવી સ્થિતિમાં મનોજ મુંતશિરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, બજરંગબલીએ શ્રી રામની જેમ દાર્શનિક વાતચીત નથી કરતાં તએ હસી મજાક કરે છે કારણ કે હનુમાનજી ભગવાન નથી, તે એક ભક્ત છે પછી આપણે એમને ભગવાન બનાવ્યા છે કારણ કે તેમની ભક્તિમાં એ શક્તિ હતી. ”
મનોજના આ નિવેદનને કારણે લોકો વધુ ગુસ્સે થયા છે. તેઓ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને મનોજને ઈન્ટરવ્યુ ન આપવાની સલાહ આપી રહ્યા છે. એકે લખ્યું, “સૌપ્રથમ મનોજ મુંતશિરે ઈન્ટરવ્યુ આપવાનું બંધ કરી દેવું જોઈએ.” તો કોઈએ લખ્યું, “હનુમાનજી ભગવાન શિવના અવતાર હતા, આ મૂર્ખને મગજ નથી અને તે રામાયણના સંવાદો લખી રહ્યો છે.”