મંગળ ગ્રહ 15 મહિના બાદ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિઓનો શરૂ થશે સારો સમય, થશે ધનલાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત અવધિમાં રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. ફેબ્રુઆરીમાં ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે, ત્યાં તે શનિદેવ સાથે યુતિ પણ બનાવશે. એવામાં મંગળના આ ગોચરનો પ્રભાવ બધી રાશિના જાતકો પર જોવા મળશે. પણ 3 રાશિ એવી છે, જેના આ સમયે આકસ્મિક ધનલાભ અને તરક્કીના યોગ બની રહ્યા છે.

મેષ રાશિ : આ રાશિના લોકો માટે મંગળ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઇ શકે છે, કારણ કે મંગળ રાશિથી આય અને લાભ સ્થાન પર સંચરણ કરવા જઇ રહ્યો છે. આવકમાં વધારો થઇ શકે છે, સાથે ક્યાંક રોકાઇ ગયેલા ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે આ યોગ કરિયરમાં નવી ઊંચાઇ પ્રદાન કરનાર માનવામાં આવે છે. આ સમયે સંતાન સાથે સંબંધિત કોઇ શુભ સમાચાર મળી શકે છે. પુત્ર કે પૌત્રની પ્રાપ્તિ થઇ શકે છે.

વૃષભ રાશિ : મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઇ શકે છે, કારણ કે મંગળ ગ્રહ રાશિથી કર્મ ભાવ પર વિચરણ કરવા જઇ રહ્યો છે. આ સમયે કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. જો તમે વેપારી છો તો કારોબારમાં શુભ પરિણામ હાંસિલ થઇ શકે છે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશનનો યોગ બની રહ્યો છે. જો કોઇ બેરોજગાર છે તો તેમના માટે સારી નોકરી પણ આવી શકે છે.

કુંભ રાશિ : આ રાશિ માટે મંગળ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઇ શકે છે. મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર વિચરણ કરવા જઇ રહ્યો છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, સાથે વ્યક્તિત્વમાં નિખાર આવશે. ત્યાં ધનલાભના પણ યોગ બની રહ્યા છે અને જીવનસાથી પાસેથી બધો જ સહયોગ પ્રાપ્ત થશે. આ સાથે અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષીય ગણનાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina