આ વર્ષે પણ મોર બોલવાના શરુ થઇ ગયા, જુઓ રાત્રી કર્ફયુનું ઉલ્લઘન કરી રહેલા લોકોને પોલીસે કેવો પાઠ ભણાવ્યો, વાયરલ થયો વીડિયો

કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે, જેના પગલે ઘણા રાજ્યોની સરકાર દ્વારા રાત્રી કર્ફયુ પણ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા ઘણા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે, તે છતાં પણ ઘણા લોકો આ નિયમોનું ઉલ્લઘન કરતા જોવા મળી રહ્યા છે.

પોલીસ પણ આવા લોકોને પછી પાઠ ભણાવવાનું નથી ચૂકતી. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. મદઝય પરદેશમાં પણ ઘણા શહેરોની અંદર લોકડાઉન અને કર્ફયુ ચાલુંય છે.

મંદસૌર જિલ્લામાં પણ લોકડાઉન ચાલુ છે, પરંતુ કેટલાક લોકો તેનું ઉલ્લઘન કરતા મળી આવ્યા છે. જેના બાદ પોલીસે રસ્તાની વચ્ચે તેમને એવી સજા આપી કે તે હવે કામ વગર ઘરની બહાર નીકળવાની હિંમત પણ નહિ કરે. પોલીસે મંદસૌર જિલ્લામાં કોરોના નિયમો તોડવા વાળા લોકોને રસ્તાની વચ્ચે ઉઠક બેઠક કરાવી દીધી.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક યુવકો રોડની વચ્ચે દંડ અથવ સજાની રીતે ઉઠક બેઠક કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં. તે યુવકોને પોલીસ કાન પકડી અને ચલાવતી પણ નજરે આવી રહી છે.

આ ઘટના 24 એપ્રિલ શનિવારની જણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ…

 

Niraj Patel