વીજળીની ચોરી કરવા માટે ધાબા ઉપર ચઢ્યો આ વ્યક્તિ, ઢસડાતા ઢસડાતા પહોંચ્યો વાયર સુધી અને પછી થયું એવું કે જોઈને હોશ ઉડી જશે, જુઓ વીડિયો

આપણા દેશમાં વીજળીની કટોકટી અને વીજળીની ચોરી બંને ખૂબ ગંભીર સમસ્યા છે. લોકો થોડા પૈસા બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને પણ વીજળી ચોરી કરતા હોય છે. ઘણી વખત વીજળી ચોરી કરતી વખતે આગ લાગવી કે કરંટ ફેલાવવા જેવા અકસ્માતો પણ સામે આવતા હોય છે હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજળી ચોરી કરવાની એક વિચિત્ર રીત સામે આવી છે.

આ વીડિયોમાં એક ક્ષણ એવી આવે છે જેમાં જોનારા પણ ચીસો પાડી ઉઠે છે. @Adityaspoint નામથી એક વ્યક્તિએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ છત પર ઢસડાતા ઢસડાતા આવે છે અને ખુલ્લા હાથે ઇલેક્ટ્રિક વાયરને જોડવાનું શરૂ કરે છે. વચ્ચે વીડિયો બનાવનારનો અવાજ પણ આવે છે કે આ ખોટું છે. ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ કે જોરથી શોર્ટ સર્કિટ થાય છે અને ચારેબાજુ તણખા ફેલાઈ ગયા.

આને શેર કરતા યુઝરે માહિતી આપી છે કે આ વીડિયો સીતાપુરનો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સીતાપુરમાં વીજળી ચોરીનો એક વિચિત્ર વીડિયો વાયરલ થયો છે, એક વ્યક્તિ છત પર બેસીને વીજળી ચોરી કરી રહ્યો હતો, પછી શોર્ટ સર્કિટ થયું.’ જો કે, તે વ્યક્તિ સુરક્ષિત છે કે નહીં તે વીડિયો સાથે માહિતી આપવામાં આવી નથી.

આ વીડિયોને જોઈને જ્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મજાક પણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એવા પણ છે જે આવા લોકોની ફરિયાદ કરવાની વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વીજળી ચોરી એ એક મોટો ગુનો છે. જેના માટે વિભાગ દ્વારા દંડ વસૂલવામાં આવે છે અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

Niraj Patel