Video: હજારો ફૂટની ઉંચાઈ પર સ્ટંટ કરી રહ્યો હતો યુવક ત્યાં જ બગડ્યું બેલેન્સ અને…

આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને કઈંક નવુ કરવાની આદત હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવા કારનામા કરતા હોય છે તો ઘણા લોકોને ચેલેન્જ લેવી પસંદ હોય છે. જેના માટે તે પોતાના જીવને પણ જોખમમાં મૂકતા અચકાતા નથી. આપણે સોશિયલ મીડિયા પર આવા સ્ટંટના વીડિયો અવાર નવાર જોતા હોઈએ છીએ.

આજે અમે જે કિસ્સાની વાત કરી રહ્યા છીએ તેને જોઈને તમારા પણ રૂવાડા ઉભા થઈ જશે. કારણે કે આ વ્યક્તિ હજારો ફૂટની ઉંચાઈ પર સ્ટંટ કરી રહ્યો છે. વીડિયોમાં તમને જોવા મળશે કે આ વ્યક્તિ આટલી ઉંચાઈ પર દોરડા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન તેનુ બેલેન્સ ગુમાવે છે, આ ઘટના કેમેરામાં કેદ થઈ જાય છે.

આ રીતે દોરડા પર આપણા શહેરમાં ઘણા લોકો સ્ટંટ કરીને પૈસા કમાતા હોય છે. તે સામાન્ય વાત થઈ પરંતુ હજારો ફૂટ પર આ રીતે દોરડા પર ચાલવુ નાની વાત નથી. કારણ કે આટલી ઉંચાઈએથી નીચે જોતા જ ચક્કર આવવા લાગે તો પછી દોરડા પર ચાલવુ કઈ રીતે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ દરેક લોકો આ સ્ટંટ જોઈને દંગ રહી ગયા. લોકો તેના વિશે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયોને હાલમાં Earth Pix નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વ્યક્તિ પેરાશૂટ સાથે બાંધવામાં આવેલ દોરડા પર ચાલી રહ્યો હોય છે ત્યારે અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે. તે ઘણીવાર પોતાની જાતને સંભાળવાની કોશીશ કરે છે પરંતુ તે પોતાની જાતને સંભાળી શકતો નથી અને અચાનક તે નીચે પડે છે. હજારો ફૂટ પરથી નીચે પડતા આ યુવકને જોઈને બધાના ધબકારા વધી ગયા પરંતુ સદનસીબે તેણે પેરાશૂટ પહેર્યું હતુ અને તે સમયસર ખુલી જતા તેનો જીવ બચી ગયો. પેરાશૂટ ખુલવામાં થોડુ પણ મોડુ થયું હોત તો કંઈ પણ થઈ શક્યું હોત.

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

સ્ટંટ કરી રહેલા આ વ્યક્તિનું નામ પાબલો સિગનોરેટ જણાવવામાં આવી રહ્યું છે અને તે ફ્રાસનો રહેવાસી છે. પાબલોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યું છે. તેમણે વર્ષ 2018માં સૌથી વધુ ઉંચાઈ પર દોરડા પર આંખો પર પાટા બાધીને ચાલીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

 

YC