‘લો બોલો! આ તો હરતો ફરતો OYO!’ છોકરાએ તો પલંગમાં જ કારને ફિટ કરી દીધી, ગાદલુ તકિયા પણ લગાવ્યા, લોકોએ લીધી મજા!
ભારતમાં જુગાડુ લોકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર તમને એકથી એક ટેલેન્ટેડ લોકો જોવા મળી જશે. કદાચ આ જ કારણ છે કે ભારત વિશે એવું કહેવામાં આવે છે- ‘ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ’. ભારતમાં લોકો એન્જિનિયરિંગ ડિગ્રી વિના પણ અનોખી શોધો કરે છે. લોકો સાયકલને બાઇકમાં રૂપાંતરિત કરવાની નીન્જા ટેકનિકમાંથી બહાર જ આવ્યા હતા કે ત્યારે એક યુવકે બેડને ચાર પૈડાવાળા વાહનમાં રૂપાંતરિત કરી દીધો.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ બેડને કારમાં ફેરવી દીધો હોય તેવું દ્રશ્ય જોવા મળઈ રહ્યુ છે. આ અનોખી શોધમાં તેણે કારના વ્હીલ્સ, મોટર અને સ્ટીયરિંગને બેડના બોડીમાં ફીટ કર્યા. એટલું જ નહીં, બેડની વચ્ચે ડ્રાઇવરની સીટ માટે પણ જગ્યા છોડવામાં આવી છે. આ અનોખા વાહન પર સવાર થઈને વ્યક્તિ તેને રસ્તા પર ઝડપથી ચલાવી રહ્યો છે.

જ્યારે રસ્તા પર ચાલતા અન્ય લોકોએ આ દૃશ્ય જોયું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ જુગાડ જોઈને બધાને નવાઈ લાગી રહી છે. આ વાયરલ વીડિયો @noyabsk53 નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેને 34 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. રીલ વાયરલ થતાં જ લોકોએ તેના પર ફની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતુ.
View this post on Instagram