લગ્ન પછી જુઓ કેવી રીતે બદલાઈ જાય છે જિંદગી, આ એક જ વીડિયોમાં તમને સમજાઈ જશે, પતિને પણ રસોડામાં કેવું કરવું પડે છે કામ

એક સમય હતો જ્યારે પત્ની માત્ર રસોડાનું જ કામ સંભળાતી અને પતિ ફક્ત કમાતો. પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે. આજે પતિ અને પત્ની બંને કમાવવા માટે ઘરની બહાર નીકળે છે. તો ઘણા પતિઓ પોતાની પત્નીને રસોડાની અંદર પણ મદદ કરતા જોવા મળે છે. આવી ઘણી ઘટનાઓન વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ જતા હોય છે.

હાલ સોશિયલ મીડિયા ઉપર એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક પત્ની રસોડાની અંદર કામ કરી રહી છે. કામ કરતા કરતા જ તેને કદાચ ગરમીના કારણે કંટાળો આવવા લાગે છે જે તેના ચહેરાના ઉપરથી જોઈ હાવ ભાવ ઉપરથી કલ્પના કરી શકાય છે.

પરંતુ ત્યારે જ અચાનક તેનો પતિ પાછળથી આવે છે. અને તે ખુબ જ રોમાન્ટિક મૂડની અંદર જોવા મળી રહ્યો છે. તે પાછળથી આવી અને તેના બંને હાથને પકડે છે અને ખુબ જ રોમાન્ટિક મૂડની અંદર તેને સ્માઈલ આપી તેના માથા ઉપર ચોંટેલો લોટ હટાવે છે, અને પછી તેની સાથે મળીને રોમાન્ટિક અંદાજમાં જ લોટ બાંધવા લાગે છે.

સોશિયલ મીડિયામાં કપલના આ રોમાન્ટિક અંદાજને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો કોમેન્ટ કરી અને પત્ની પત્નીના પ્રેમની પ્રસંશા કરી રહ્યા છે. તમને પણ આ પ્રેમ જોઈને ખુબ જ મજા આવશે.

Niraj Patel