જંગલ સફારીનો આનંદ લેતા હતા અને અચાનક જીપ રૂફ ઉપર આવ્યો દીપડો, પછી આ વ્યક્તિએ લીધી દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી, દ્રશ્યો વિડીયોમાં કેદ

આજે સોશિયલ મીડિયાનો યુગ ચાલો રહ્યો છે અને આ સમયે મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની શાનદાર તસવીરો પણ તે શેર કરે છે જેના ઉપર તે વધુ લાઈક અને કોમેન્ટ પણ મેળવવા માંગે છે. આ માટે ઘણા લોકો એવા પણ હોય છે જે સેલ્ફી લેવા દરમિયાન એવા એવા કાંડ કરે છે કે જોઈને કોઈનું પણ મગજ ચકરાઈ જાય. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ સેલ્ફી લેવા દરમિયાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી માનવામાં આવે છે.

ઘણા લોકો એવા હોય છે જે જંગલ સફારીનો આનંદ માણે છે અને આ દરમિયાન પ્રાણીઓની તસવીરો પણ ખેંચતા હોય છે, પરંતુ શું તમે કોઈ પ્રાણીની નજીક જઇને તેની સાથે સેલ્ફી લઇ શકો ? પરંતુ આ સેલ્ફીમાં એવું જ જોવા મળશે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક જીપમાં સવાર થઈને કેટલાક લોકો જંગલ સફારીની આનંદ માણી રહ્યા છે.

જયારે તે જીપમાં સફારી માણતા હોય છે ત્યારે જ તે લોકો એક દીપડાને જોઈને તેનો વીડિયો બનાવવા લાગે છે અને તસવીરો પણ લેવા લાગે છે. પરંતુ આ દરમિયાન કંઈક એવું બને છે કે જીપમાં બેઠેલા લોકો બુમાબુમ કરવા લાગી જાય છે. દીપડો ઉછળી અને જીપ ઉપર આવીને બેસી જાય છે.

સૌથી ખતરનાક વાત તો એ હોય છે કે દીપડો ખુલ્લી જીપ ઉપર આવીને બેસી જાય છે. જેના બાદ જીપમાં બેઠેલા કેટલાક લોકોની હાલત પણ ખરાબ થઇ જાય છે. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ દીપડાનો વીડિયો બનાવતો રહે છે. આ બધા વચ્ચે બીજી એક હેરાન કરી દેનારી વાત એ બને છે કે અન્ય એક વ્યક્તિ પોતાના હાથમાં મોબાઈલ લઈને ઉભો થાય છે અને દીપડા સાથે સેલ્ફી લેવા લાગે છે. આ જોઈને જીપમાં બેઠેલા લોકો પણ હેરાન રહી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ ખુબ જ આરામથી દીપડા સાથે સેલ્ફી લે છે, ત્યારે વીડિયો બનાવનારો વ્યક્તિ કેમેરાને ફેરવે છે અને જીપમાં બેઠેલા લોકોને જોઈને લાગે છે કે ઉત્સાહિત અને હેરાન પણ છે કે તે વ્યક્તિ દીપડા સાથે સેલ્ફી લઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા ઘણા લોકો કોમેન્ટમાં તેને દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી કહી રહ્યા છે.

Niraj Patel