“બધા ને 7 બાપ હોય છે !” આ વ્યક્તિએ ગણાવ્યા, તમે પણ નહિ કરી શકો ઇનકાર- જુઓ વીડિયો

વ્યક્તિનો દાવો કે બધાના હોય છે 7 પિતા, વીડિયો જોઇ છૂટી જશે હસી

Funny Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે, જેમાંના કેટલાક આશ્ચર્યચકિત કરે છે કેટલાક આપણને હસાવે છે. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહેતા સંભળાય છે કે બધાના સાત પિતા હોય છે. આ વીડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા મજબૂર થઈ જશો. જોરદાર વાયરલ થઈ રહેલો આ ફની વીડિયો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનો જણાવવામાં આવી રહ્યો છે.

જ્યાં એક દુકાનની બહાર બેઠેલો વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે દરેકના 7 પિતા છે, જોકે, તે એક પછી એક આ 7 પિતા ગણાવી પણ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ કહેતો સંભળાયો છે કે, ‘માણસ ચોક્કસ કહે છે કે મારા એક પિતા છે, પરંતુ હું કહીશ કે બધાના 7 પિતા હોય છે.’. આ વીડિયો આ વર્ષે 10 મેના રોજ શેર કરવામાં આવ્યો હતો, જે ઘણો જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 50 લાખથી વધુ વ્યુઝ જ્યારે 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

ફિરોઝાબાદમાં ‘પંડિત જલપાન ગૃહ’ નામની ક્રિસ્પી કચોરીની 7 વર્ષ જૂની દુકાન છે. આના માલિક પંડિતજી ખૂબ જ સુખદ વ્યક્તિ છે. દરરોજ સવારે તેઓ દુકાન ખોલે છે અને લોકોને મસાલેદાર કચોરી પીરસે છે. પંડિતજીની કચોરી ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, જેઓ ગ્રાહકોને પોતાના છટાદાર શબ્દોથી મનાવી લે છે. ત્યારે તેઓ જે 7 પિતાની વાત કરે છે તે તેમણે ગણાવ્યા અને તેમના અનુસાર, પહેલા પિતા- બધાનો બાપ ઉપર બેઠો છે (ઇશ્વર), બીજા પિતા તરીકે તે જેમણે જન્મ આપ્યો એ ગણાવે છે,

 

View this post on Instagram

 

A post shared by Food Unlock (@food_unlock_official)

ત્યારબાદ ત્રીજા પિતા તરીકે ઘરવાળીના પિતાજીને ગણાવે છે. તેઓ ચોથા પિતા સૌથી મોટા સમય, સૌથી બલવાન, પાંચમા પિતા- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, છઠ્ઠા પિતા ગણાવતા કહે છે કે જ્યારે ગાય આપણી માતા છે તો…બાકી સમજદાર છો તમે. આ ઉપરાંત તે સાતમા પિતા ગણાવતા કહે છે કે સમય આવે તો માણસ પણ ગધેડાને બાપ બનાવી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર food_unlock_official નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, અને વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Shah Jina