આ કાકાએ તો ભારે કરી…એક બે નહિ પરંતુ ચાર ચાર ખૂંખાર મગરને પોતાના હાથે ખવડાવવા લાગ્યા..વીડિયો જોઈને તમારા પણ હોંશ ઉડી જશે…જુઓ

નદી કિનારા પર બેઠા બેઠા આ કાકાએ ચાર મગરને પોતાના હાથે ખવડાવ્યું ખાવાનું, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો થયો વાયરલ

ઇન્ટરનેટ પર વાયરલ થતા વીડિયોમાં કેટલાક લોકો એવા એવા કરતબ કરતા હોય છે કે તેને જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જાય. તો ઘણા લોકો એવા પણ હોય છે જે ઘણીવાર વાયરલ થવાના ચક્કરમાં મોત સાથે પણ બાથ ભીડી લેતા હોય છે. તો ઘણીવાર કેટલાક લોકોના હેરતઅંગેજ કરતબ કેમેરામાં પણ કેદ થઇ જાય છે.

ત્યારે હાલ એક વ્યક્તિનો એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ચાર મગરને ખાવાનું ખવડાવી રહ્યો છે. મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે અને જો તે પોતાના શિકારને પોતાની ચપેટમાં લઇ લે તો પછી તેનું બચવું મુશ્કેલ થઇ જાય છે. જેના કારણે પ્રાણીઓ પણ તેનાથી દૂર જ રહેતા હોય છે. માણસ તો તેની સામે જવાનું નામ પણ નથી લેતો.

ત્યારે આ ભાઈ તો એક બે નહિ પરંતુ ચાર ચાર મગરને પોતાના હાથે ખવડાવી રહ્યા છે. એ જોઈને જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં એક વ્યક્તિ નદીના કિનારે બેસીને મગરોને માંસના ટુકડા ખવડાવતો જોવા મળે છે, જેને જોઈને તમને થોડીવાર માટે તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.


વીડિયોમાં તે વ્યક્તિ એક-બે નહીં પરંતુ ચાર મગરથી ઘેરાયેલો જોવા મળે છે.  વ્યક્તિ નદીના કિનારે પથ્થરો પર બેસીને એક પછી એક મગરોને બોલાવતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @cctvidiots હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel