લાઇફમાં બસ આટલો જ કોન્ફિડન્સ જોઇએ…આ મજૂરને જોઇને તમારા મોઢામાંથી આવું નીકળી જશે- જુઓ વીડિયો
દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જેઓ પેટ ભરવા માટે પોતાના જીવન સાથે જંગ લડતા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર કેટલાક મજૂરોના એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે, જે જોઇને બધા હેરાન રહી જાય છે. છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયા પર એક છોકરી વાયરલ થઇ હતી, જે સાયકલ ચલાવતા ચલાવતા રસ્સી કૂદી રહી હતી. આ દરમિયાન તેનું સંતુલન જોવાલાયક હતુ. ત્યારે હવે આ વચ્ચે એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે સાયકલ ચલાવી રહ્યો છે અને એ પણ હેન્ડલ પકડ્યા વગર.
એટલું જ નહિ તે એટલી ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે અને તેમાં પણ તેના માથા પર સામાન જોઇ શકાય છે. આ વીડિયોને પોલિસ સેવાના અધિકારી આરિફ શેખે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે લાઇફમાં કંઇ મળે કે ના મળે આટલો કોન્ફિડન્સ જરૂર હોવો જોઇએ. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક મજૂર બજાર વચ્ચે તેની સાયકલ પર જઇ રહ્યો છે. તેણે તેના માથા પર સામાન રાખ્યો છો અને મજેદાર વાત એ છે કે તેણે સાયકલનું હેન્ડલ પણ પક્ડયુ નથી. આ બજાર વચ્ચોવચ તે સાયકલ ઘણી ઝડપથી ચલાવી રહ્યો છે.
આ દરમિયાન વીડિયોમાં જોઇ શકાય છે કે ના તો સાયકલ પર તેનું બેલેન્સ બગડે છે અને ના તો તેના માથા પરનો સામાન પડે છે. જોકે, તેણે તેના બંને હાથોથી આ સામાનને પકડી રાખ્યો છે. આ વ્યક્તિનો વીડિયો પાછળથી આવી રહેલા કારમાં રહેલા વ્યક્તિએ રેકોર્ડ કર્યો અને તે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ખાસ વાત એ છે કે આ વીડિયો બજારમાં સાંજના સમયનો છે.
और कुछ मिले ना मिले…life में बस इतना confidence मिल जाए… pic.twitter.com/bI6HcnuB1z
— Arif Shaikh IPS (@arifhs1) January 7, 2023
વીડિયોને જોઇને લાગી રહ્યુ છે વ્યક્તિમાં ઘણી સારી અનુભૂતિ છે. આ વીડિયો જેવો જ શેર કરવામાં આવ્યો કે તેના પર લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ. એક યુઝરે તો બેકગ્રાઉન્ડમાં વાગી રહેલા ગીતની પ્રશંશા કરી તો એકે કહ્યુ કે લાઇફમાં આટલો કોન્ફિડન્સ જોઇએ. જોકે, કેટલાકે કહ્યુ કે, આવી રીતે સાયકલ ચલાવવી ખતરનાક સાબિત પણ થઇ શકે છે.=