હે ભગવાન.. કેવા કેવા લોકો છે અહીંયા… એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ મશીનમાં બેગ સાથે જ ઘુસી ગયો આ ભાઈ, પછી થયું એવું કે…. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ફની વીડિયોની ભરમાર છે અને રોજ રોજ અલગ અલગ વિષયોને લઈને એટલા બધા કોમેડી વીડિયો સામે આવતા હોય છે કે નિરાશ થયેલો માણસ પણ જો આ વીડિયોને જોઈ લે તો પેટ પકડીને હસવા લાગે. ઘણીવાર સીસીટીવી કેમેરામાં પણ એવી ઘણી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જેના વીડિયો જોઈને આપણે હસવા માટે મજબુર થઇ જતા હોઈએ છીએ.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ એવી હરકત કરી નાખી કે લોકો પણ હસવા માટે મજબુર થઇ ગયા. તમે એરપોર્ટ, મેટ્રો સ્ટેશન વગેરે સ્થળોએ સામાનની તપાસ માટે રાખવામાં આવેલ ‘લગેજ સ્ક્રીનિંગ મશીન’ જોયા જ હશે. આ મશીન તમારી બેગ/સુટકેસની અંદર રાખેલી વસ્તુઓ તપાસે છે. પરંતુ એક વ્યક્તિએ આ ‘સ્ક્રીનિંગ મશીન’ વડે એવું કામ કર્યું કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એરપોર્ટ પર એક વ્યક્તિ પોતે સામાન સાથે લગેજ સ્ક્રીનિંગ મશીનમાં ઘૂસી ગયો. એક બાજુથી પ્રવેશ્યા પછી, તે બીજી બાજુથી નીકળી જાય છે. આ જોઈને સુરક્ષાકર્મીઓ ચોંકી ઉઠે છે. વીડિયો જોઈને લાગે છે કે કદાચ વ્યક્તિને ખબર ન હતી કે ‘સ્ક્રીનિંગ મશીન’માં માત્ર સામાન જ જઈ શકે છે અથવા તો તે મસ્તી કરી રહ્યો હતો. ‘સ્ક્રીનિંગ મશીન’ સામાન માટે છે, માણસો માટે અલગ સુરક્ષા મશીન છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયોને ટ્વિટર પર @TansuYegen નામના યુઝરે શેર કર્યો છે, જેને 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ આ વીડિયોને 3 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું “લાગે છે કે આ વ્યક્તિ પહેલીવાર એરપોર્ટ પર આવ્યો છે. ત્યાં અન્ય એક યુઝરે કહ્યું “જ્યારે આપણે યોગ્ય વસ્તુ વિશે જાણતા નથી, ત્યારે આપણે ભૂલો કરીએ છીએ.”

Niraj Patel