110ની સ્પીડ પર જતી ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ઉતરવા ગયો આ વ્યક્તિ અને ઊંધા મોઢે એવો પછડાયો કે 100 મીટર સુધી… જુઓ વીડિયો

રેલવે સ્ટેશન પર મળ્યા રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો, સડસડાટ જતી ટ્રેનમાંથી કૂદી પડ્યો એક યુવક અને પછી… જુઓ વીડિયો

Man Fell From Express train: એવું કહેવાય છે કે આપણી એક ભૂલ આપણા મોતનું કારણ બની શકે છે. ઘણીવાર કેટલાક લોકો એવા બેજવાબદાર બની જાય છે અને પછી એવા એવા કામ કરી બેસતાં  હોય છે જેના કારણે તે મુશ્કેલીઓમાં મુકાઈ જતા હોય છે અને ક્યારેક તો પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસતા હોય છે.

પરંતુ એક એ પણ કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે ? ત્યારે આ કહેવતને સાર્થક કરતો એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાંથી પ્લેટફોમર પર કૂદકો મારી દે છે અને પછી ઊંધા મોઢે નીચે પડે છે, પરંતુ સારી વાત એ રહી કે આ ઘટનામાં તેનો જીવ બચી ગયો.

શિવાની જાન નામના યુઝરે ટ્વિટર પર આ પોસ્ટ કરી છે. કેપ્શનમાં લખ્યું છે “યુપીના શાહજહાંપુરમાં એક યુવક 110ની સ્પીડથી એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી ગયો, 100 મીટર સુધી પ્લેટફોર્મ પર લપસતો રહ્યો અને પછી ઊભો થયો.” આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 68 હજાર કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે.

20 જૂનના રોજ શેર કરવામાં આવેલી આ ચોંકાવનારી 21 સેકન્ડની ક્લિપમાં, એક માણસને સ્પીડમાં આવતી એક્સપ્રેસ ટ્રેન દ્વારા પ્લેટફોર્મ પર થોડા અંતર સુધી ખેંચી જતો જોઈ શકાય છે. તેને જોઈને ત્યાં ઊભેલા અન્ય લોકો સ્તબ્ધ થઈ જાય છે. કેટલાક તેની તરફ જવા લાગે છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે ભયાનક અકસ્માત છતાં છોકરો તરત જ ઊભો થઈ જાય છે. નોંધનીય બાબત એ છે કે આટલી ઝડપે આવતી ટ્રેનમાંથી પડી જવા છતાં યુવકનો વાળ પણ વાંકો ના થયો.

Niraj Patel