મેગીની આ નવી રેસિપી તમે જોઈ કે નહીં ? ના જોઈ હોય તો જોઈ લો વીડિયોમાં, જોઈને તમે પણ કહેશો… ઉફ્ફ્

સોશિયલ મીડિયામાં ફની વીડિયોની ભરમાર ચાલે છે. ઘણા વીડિયો એવા હોય છે જે વારંવાર જોવાના ગમે. તો ઘણા વીડિયો જોઈને આપણે હેરાન પણ રહી જતા હોય છે. અને તેમાં પણ ખાણીપીણીના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરે છે. ત્યારે હાલમાં એવો જ એક વીડિયો મેગી લવર માટે આવ્યો છે, જે પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ ફૂડ એક્સપેરિમેન્ટ કરતો નજર આવી રહ્યો છે. તે એવી રીતે મેગી બનાવે છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક દોસ્ત તેના મિત્રના માથા ઉપર મેગી રાખે છે. તેના ઉપર ઉકળતું પાણી રેડી અને એલ્યુમિનિયમ ફોઈલથી તેને ઢાંકી દે છે. પછી તેને થોડી હિટ આપ્યા બાદ ફોઈલ પેપર કાઢી લે છે અને પછી તેની ઉપર મસાલો નાખી ચમચીથી ખાવા લાગે છે. જુઓ તમે પણ આ મજેદાર વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel