પુષ્પાની આ અભિનેત્રીની તસવીર કલાકારે બનાવી પાન મસાલાથી, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “આ તો છે ગુટખા વાળી હસીના”, જુઓ વીડિયો

ગુટખા અને પાન મસાલા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, તેના પેકેટ ઉપર પણ વોર્નિંગ લખવામાં આવે છે છતાં પણ ઘણા લોકો તે ખાતા હોય છે અને ખાઈને ગમે ત્યાં પિચકારી પણ મારી દેતા હોય છે. આપણે ઘણા જાહેર સ્થળો ઉપર આવી પીચકારીઓના કારણે દીવાલો પણ રંગાયેલી જોઈ હશે, પરંતુ હાલ એક કલાકારે આવા જ પાન મસાલાથી એવું કર્યું કે લોકો પણ તેની કલાકારી જોઈને દંગ રહી ગયા.

સામે આવેલા આ વીડિયોમાં વ્યક્તિએ પાન મસાલામાંથી સાઉથની સુપરસ્ટાર સામંથાની ખૂબ જ સુંદર તસવીર તૈયાર કરી છે. આ વીડિયોમાં એક યુવક વિમલ પાન મસાલાનો ઉપયોગ કરીને અદ્ભુત પેઇન્ટિંગ બનાવતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિએ પહેલા પાણીમાં પાન મસાલા મિક્સ કરી અને પછી આંગળી વડે કાગળ પર પેઈન્ટિંગ બનાવ્યું. લોકોને આ પેઇન્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. આને જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે સ્વાસ્થ્ય માટે હાનિકારક આ પાન મસાલાનો શ્રેષ્ઠ ઉપયોગ છે.

 

View this post on Instagram

 

A post shared by Logkyakahenge (@log.kya.kahenge)

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેનેલાખો વ્યૂઝ મળ્યા છે. સાથે જ આ વીડિયોને હજારો લાઈક્સ પણ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. કોઈએ કહ્યું કે “બોલો જુબાન કેસરી”. તો ત્યાં કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, “ગુટખે વાલી હસીના.”

Niraj Patel