દીકરો વિનંતી કરતો રહ્યો કે મારી માને બચાવી લો, પોલિસ ઓક્સિજન સિલિંડર જપ્ત કરી લઇ ગઇ !

કોરોના મહામારીની ઘાતક બીજી લહેર વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણી એવી તસવીરો અને વીડિયો સામે આવે છે, જે જોઇને આપણે હેરાન રહી જઇએ. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના આગ્રાનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ વીડિયો સામે આવ્યા બાદ જનતા યુપી સરકાર પર સવાલ ઉઠાવી રહી છે.

આ વીડિયોમાં એક દીકરો તેની માતાનો જીવ બચાવવા ઓક્સિજન માટે કગરી રહ્યો છે. તે પોલિસવાળાના પગે પડી તેની માતાનો જીવ બચાવવા ઓક્સિજન આપવાનુ કહી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે, આગ્રાના એક હોસ્પિટલમાં સિલેંડર લેવા આવેલ પોલિસવાળાને જોઇને દીકરો તેમને વિનંતી કરે છે.

આ વીડિયો ઉપાધ્યાય હોસ્પિટલનો છે. તેની આગ્રા પોલિસે પુષ્ટિ પણ કરી છે. જો કે, આગ્રાના પોલિસ અધિક્ષક નગર બોત્રે રોહન પ્રમોદે કહ્યુ કે, ઉપાધ્યાય હોસ્પિટલ થાના સદર વિસ્તારમાં છે. બે દિવસ પહેલા આગ્રામાં ઓક્સિજનની થોડી કિલ્લત થઇ જેને કારણે હોસ્પિટલની અંદર તીમારદાર તેમના સિલેંડર લઇને સારવાર કરાવવા જઇ રહ્યા હતો તો ખાલી સિલેંડર લઇને બહાર આવી રહ્યા હતા.

એક વ્યક્તિએ સિલેંડર બહાર આવતા જોયા અને તે પોલિસને વિનંતી કરવા લાગ્યો કે તેને પણ સિલેંડર અપાવવામાં આવે. જેનાથી કોરોના પીડિત તેના પરિજનોની સારવાર કરાવી શકે.

Police:

Shah Jina