રસ્તા પરથી પસાર થતો બળદગાડા વાળો સની દેઓલને ઓળખી જ ના શક્યો…સનીએ નજીક જઈને કહી એવી વાત કે…વાયરલ થઇ ગયો વીડિયો

“તમે સની દેઓલ જેવા દેખાવ છો !” સાચા સની દેઓલને ખેડૂતે કહી આ વાત પછી જોવા મળ્યું મજેદાર રિએક્શન.. વાયરલ થઇ રહ્યો છે વીડિયો

સેલિબ્રિટીઓને મળવાનું કોને ના ગમે ? પરંતુ ઘણા ઓછા લોકો બોલીવુડના દિગ્ગજ સેલેબ્સને મળી શકતા હોય છે. કારણ કે જયારે સેલેબ્રિટીઓ જાહેરમાં આવે છે ત્યારે તેમને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડે છે અને તેમની સાથે એક સેલ્ફી લેવા માટે પણ પડાપડી થતી હોય છે. ત્યારે આવા સમયે જરા વિચારો કે કોઈ સેલેબ્સ સામે ચાલીને કોઈ વ્યક્તિને મળે તો ?

હાલ સની દેઓલનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક ખેડૂતને રસ્તા વચ્ચે મળે છે અને ખેડૂત સની દેઓલને ઓળખી પણ નથી શકતો. સની દેઓલ અભિનેત્રી અમીષા પટેલ સાથે તેની ફિલ્મ ‘ગદર 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સનીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો કારણ કે તે એક એવા માણસને મળ્યો જે તેને ઓળખવામાં નિષ્ફળ ગયો હતો.

આ વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ બળદગાડું ચલાવતો જોવા મળી રહ્યો છે. તેને જોઈને સની દેઓલ તેને રોકે છે. આ વ્યક્તિ સની દેઓલને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છે. આ પછી સની દેઓલ વ્યક્તિ સાથે હાથ મિલાવે છે. આ વ્યક્તિ સનીને કહે છે કે “તમે સની દેઓલ જેવો દેખાવ છો. જવાબમાં સની દેઓલ કહે છે કે તે એજ છે. આ પછી તે હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

આ પછી આ વ્યક્તિ સની દેઓલને કહે છે કે “હું તમારા પિતાના વીડિયો ખૂબ જોઉં છું.” આ વીડિયોને શેર કરતા સની દેઓલે કેપ્શનમાં લખ્યું “અહમદનગરમાં ગદરના શૂટિંગ દરમિયાન.” તમને જણાવી દઈએ કે, 22 વર્ષ પહેલા તારા સિંહ અને સકીનાની લવસ્ટોરીએ ધૂમ મચાવી હતી. ફરી એકવાર આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં ફિલ્મની વાર્તા આગળ વધશે.

Niraj Patel