મામા હોય તો આવા…! ભાણીના લગ્નમાં મામાએ ભર્યુ 1 કરોડનું મામેરુ, 500ની નોટોથી ભરી દીધુ બહેનનું ઘર

ભાણીના લગ્નમાં એક કરોડનું શગુન, રેવાડીમાં ભાઇએ વિધવા બહેનના ઘરે કરી દીધો નોટોનો ઢગલો, ગણતા-ગણતા થાકી ગયા લોકો

મામેરુ ભરવા પહોંચેલા મામાએ કરી દીધો 500-500ની કડકડતી નોટોનો ઢગલો, આટલી બધી ગદ્દી જોઇ બધા આશ્ચર્યમાં

હરિયાણાના રેવાડીમાં એક વ્યક્તિએ પોતાની ભાણીના લગ્નમાં હિંદુ રીતિ રિવાજ મુજબ ભરાતા મામેરામાં અનોખી મિસાલ પેશ કરી. આ શહેરમાં જ નહિ પણ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યુ છે. મામેરુ ભરવા પહોંચેલા મામાએ વિધવા બહેનની દીકરીના લગ્નમાં નોટોનો ઢગલો કરી દીધો. તેમણે પૂરા 1 કરોડ 1 લાખ 11 હજાર 101 રૂપિયાનું મામેરુ ભર્યુ. એટલું જ નહિ, મામાએ કરોડો રૂપિયાના ઘરેણા પણ આપ્યા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બનેલો છે.

ભાણીના લગ્નમાં મામાએ ભર્યુ 1 કરોડનું મામેરુ

હરિયાણાના રેવાડીના દિલ્લી-જયપુર હાઇવે પાસે ગામ આસલવાસના રહેવાસી સતબીરની બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા, પણ તે લાંબા સમયથી રેવાડી શહેરના ગઢી બોલની રોડ સ્થિત પદૈયાવાસ પાસે પરિવાર સાથે રહેતી હતી. સતબીરની એકની એક બહેનના પતિની લાંબા સમય પહેલા જ મોત થઇ હતી. તે બાદથી સતબીર બહેનની મદદ કરવામાં પાછળ નહોતા હટતા. સતબીરની એક જ ભાણી છે. ભાણીના લગ્ન પહેલા સતબીર ભાત આપવાની વિધિ કરવા માટે ગામના વરિષ્ઠ લોકો સાથે તેની બહેનના ઘરે પહોંચ્યો હતો.

500ની નોટોથી ભરી દીધુ બહેનનું ઘર

જ્યારે તેણે સાંજે તેણે વિધિની શરૂઆત કરી ત્યારે ત્યાં હાજર દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. સતબીરે તેની બહેનના ઘરે 500-500 રૂપિયાની નોટોના ઢગલા કરી દીધા. સતબીરે 1 કરોડ, 1 લાખ, 11 હજાર 101 રૂપિયાની રોકડ રકમ તેમજ બહેન અને ભત્રીજીને કરોડો રૂપિયાના ઘરેણાં અને અન્ય વસ્તુઓ પણ આપી. જણાવી દઈએ કે સતબીરનો પોતાનો ક્રેનનો બિઝનેસ છે. તે ગામમાં જ તેના પરિવાર સાથે રહે છે. સારી એવી જમીનનો માલિક સતબીર શરૂઆતથી જ તેની બહેનને મદદ કરતો આવ્યો છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આવી સ્થિતિમાં જ્યારે બહેનની દીકરીના લગ્ન આવ્યા ત્યારે તેણે મામેરાના રૂપમાં એક એવું ઉદાહરણ રજૂ કર્યું જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. જો કે, કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે. લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. આ કેટલાક તેને દહેજ પ્રથા તો કેટલાક દેખાડો કહીને ખોટું ગણાવી રહ્યા છે. તો ઘણા છોકરીના મામાનું મોટું દિલ હોવાનું કહી રહ્યા છે.

Shah Jina