બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાના અંગત જીવન સાથે સાથે પોતાની ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી 51 વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ તે પોતાની ફિટનેસ અને બોલ્ડનેસથી ઇન્ડસ્ટ્રીની નવી હસીનાઓને ટક્કર આપે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે. એક્ટ્રેસ તેની તસવીરોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

મલાઈકા બિકિની બેબ છે એ સૌ કોઇ જાણે છે તે ઘણીવાર સમુદ્ર કિનારે અથવા બીચ પર ફોટોશૂટ કરાવે છે અને તે સમયે બિકિનીમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરે છે. બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરાનું નામ લોકોના મગજમાં આવતા જ તેની શાનદાર ફિટનેસ અને દમદાર સ્ટાઇલ તેમના મગજમાં આવી જાય છે. આ બે કારણોસર તે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

મલાઈકા જે પણ પહેરે છે, તે એક સ્ટાઈલ બની જાય છે. 23 ઓક્ટોબર 1973ના રોજ થાણે, મુંબઈમાં જન્મેલી મલાઈકા અરોરા બેશક તેની ફેશન દ્વારા બોલિવૂડની દુનિયા પર પ્રભુત્વ ધરાવે છે. મલાઈકાએ ખૂબ જ નાની ઉંમરમાં વીડિયો જોકી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ક્લબ MTV જેવા શોમાં વીડિયો જોકી તરીકે કામ કર્યા બાદ મલાઈકા મોડલિંગની દુનિયા તરફ વળી.

અભિનેત્રી મોડલિંગની સાથે તેના ડાન્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આઇટમ નંબર કર્યા છે અને તેને તેની ડાન્સિંગ કુશળતાના આધારે બોલિવૂડમાં ઓળખ મળી છે. તે તેના સમયની ટોચની આઈટમ ગર્લ્સમાંથી એક હતી, જેણે ‘છૈયા-છૈયા’, ‘મુન્ની બદનામ હુઈ’ જેવા ઘણા ગીતો દ્વારા લોકપ્રિયતા હાંસિલ કરી હતી.

મલાઇકાએ અરબાઝ ખાન સાથે વર્ષ 1998માં લગ્ન કર્યા અને બંનેને એક પુત્ર અરહાન ખાન પણ છે. જો કે, લગ્નના 19 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા. આ પછી તે અર્જુન કપૂરના પ્રેમમાં પડી. જો કે 5 વર્ષના રિલેશનશિપ પછી મલાઈકા અને અર્જુનનું થોડા સમય પહેલા બ્રેકઅપ થઇ ગયું.