કિચનમાં એવું તો શુ થયુ કે કરીના ચીસો પાડવા લાગી, મલાઇકાની પણ થઇ ખરાબ હાલત, જુઓ વીડિયો

કિચનમાં ધુસતા જ કરણ જોહરની નીકળી બૂમ, કરીના કપૂર અને મલાઇકાની હાલત થઇ ખરાબ, જુઓ વીડિયો

બોલિવુડ ઇન્ડસ્ટ્રીના જાણિતા સ્ટાર્સ હવે એક અલગ અંદાજમાં તેમના ચાહકોનું જબરદસ્ત એન્ટરટેઇનમેન્ટ કરવાના છે. અમે વાત કરી રહ્યા છીએ કરીના કપૂર, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, કરણ જોહર અને વેબ શો “સ્કેમ 1992” ફેમ પ્રતિક ગાંધીની…

Image source

આ બધા સ્ટાર્સ પડદા પર તેમના અભિનયથી દર્શકોનું દિલ જીતી ચૂક્યા છે. ત્યાં હવે આ બધા સ્ટાર્સ કિચનને રૂલ કરવાના છે. જો કે, આ પાંચ સેલિબ્રિટીઢ ડિસ્કવરી પ્લસ પર આવનાર અનોખા કુકિંગ શોમાં જોવા મળશે. જેમાં તેઓ કુકિંગ રિકલ્સનું પ્રદર્શન કરશે.

Image source

બોલિવુડ સ્ટાર્સ જયારે કિચનમાં આવે છે તો ખાવાનું કેવુ બને છે અને કિચનના વાસણોથી કેવી રીતે તેઓ ડીલ કરે છે આ બધુ એક કુકિંગ શો “સ્ટાર વર્સિસ ફુડ”માં જોવા મળશે. શોનો પ્રોમો વીડિયો કરીના કપૂર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને જોઇને તમારા મનમાં પણ આ મજેદાર શો જોવાની ઉત્સુકતા વધી જશે.

Image source

હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કરીના કપૂર, કરણ જોહર, અર્જુન કપૂર અને મલાઇકા અરોરા જેવા કલાકારોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. જેમાં તેઓ કિચનમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. કરીનાએ શેર કરેલ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે.

Image source

કરીના વીડિયોમાં પિઝ્ઝા બનાવવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. તો કરણ જોહર, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર પણ કુકિંગ કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં કરણ જોહર કહી રહ્યા છે કે, મને આ નથી કરવું તો મલાઇકા પણ કહી રહી છે કે, કયારેય નહિ. તો પ્રતિક ગાંધી કહી રહ્યો છે કે, હવે ખબર પડી, જેનું જે કામ હોય છે, તે તેને કરવું જોઇએ.

Image source

તમને જણાવી દઇએ કે, આ શો ડિસ્કવરી પ્લસ પર 15 એપ્રિલથી પ્રસારિત થશે. કરીના કપૂરે આ વીડિયો શેર કરતા લખ્યુ કે, કપૂર્સ માટે હંમેશા ખાવાનું એક જૂનુન રહ્યુ છે. આ કંઇક એવું છે જે આપણે બધાને સાથે લાવે છે અને વધારે પરિવારોની જેમ કોઇ સ્પોશિયલ ઇવેન્ટ માટે સેંટર પોઇન્ટ બની જાય છે. સારુ ખાવાનું હંમેશા ખુશી આપે છે અને મને ઇટાલિયન ખૂબ પસંદ છે. આના માટે હું મારી પ્રેગ્નેંસી દરમિયાાન સૌથી વધુ તડપી હતી.

Shah Jina