બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવાર, 11 સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યાની આસપાસ મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મૈનાર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી.
મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન સૌ પહેલા ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યારે મલાઈકાને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી. હાલ એક્ટ્રેસ મુંબઈ પહોંચી ચુકી છે. અર્જુન કપૂર પણ આવી ગયો હતો. આ ઉપરાંત અરબાઝની માતા સલમા ખાન, બહેન અલવીરા તથા નાનો ભાઈ સોહેલ ખાન પણ આવી ગયા હતા.
Malaika Arora Father Hospitalised: ગયા વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘરેથી એક તણાવપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા એક્ટ્રેસ અને મોડલ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ પાછળનું કારણ સામે આવ્યુ નથી. મલાઇકાને મુંબઇની એક હોસ્પિટલ બહાર સ્પોટ કરવામાં આવી હતી, જ્યારે તે તેના પિતાને મળ્યા બાદ પોતાની માતા સાથે પરત ફરી રહી હતી, જ્યારે મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની હોસ્પિટલની બહાર જોવા મળી ત્યારે તેણે ચાહકોની ચિંતા વધારી દીધી.
તેના પિતા અનિલ અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે, તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર આ સમયે નહોતો જોવા મળ્યો. ગયા વર્ષે મલાઈકા અરોરાના પિતાને શા માટે દાખલ કરવામાં આવ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે મલાઈકાનો તેની માતા સાથેનો વીડિયો પણ સામે આવ્યો હતો. બહાર નીકળતી વખતે, મલાઈકા તેની માતાનો હાથ પકડીને તેમને ટેકો આપતી જોવા મળી હતી.
તેણે માતાને કારની અંદર જવા માટે પણ મદદ કરી રહી હતી, જે સાબિત કરે છે કે મલાઈકા તેના માતા-પિતા માટે કેટલી જવાબદાર છે. બાદમાં અભિનેત્રી પણ કારમાં બેસીને નીકળી ગઈ હતી. વીડિયોમાં, મલાઈકા અને તેની માતા બંને માસ્ક સાથે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. જો કે, તે થાકેલા દેખાતા હતા અને અભિનેત્રી તેના પિતાની તબિયતને લઈને ચિંતિત દેખાતી હતી. અંગત જીવનની વાત કરીએ તો, મલાઈકા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
જ્યારથી તેઓએ પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા છે ત્યારથી બંને એકબીજા વિશે વાત કરતા અને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મલે છે. મલાઈકાએ પહેલા લગ્ન અરબાઝ ખાન સાથે કર્યા હતા. લગ્નના ઘણા વર્ષો પછી આ કપલ અલગ થઈ ગયું. બંનેને એક દીકરો અરહાન ખાન પણ છે. ઘણીવાર બંને દીકરા સાથે જોવા મળે છે. અભિનેત્રીઓની વાત કરીએ તો, મલાઈકા ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, પછી તે પાર્ટીનો ચાર્મ હોય કે બીજું કોઇ. મલાઈકા લગભગ એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે.
View this post on Instagram