દુઃખદ સમાચાર: બહુ જ ભયાનક દુર્ધટના સર્જાઈ,નાઈટક્લબની છત તૂટતા 27ના મોત,150થી વધી લોકો ઘાયલ; જુઓ તસવીરો
કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની હતી.શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડતાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા.આ દુર્ધટનામાં 27 લોકો મોત જ્યારે 150થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી અહીં ખૂબ ભીડ હતી તે દરમિયાન આ ઘટના બની હતી.જેમાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા.ઘટના અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે જેટ સેટ નાઈટક્લબમાં કાટમાળ નીચે લોકોને શોધવામાં આવી રહ્યા છે.

ઈમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે,કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. જ્યાં સુધી દરેક વ્યક્તિ ન મળી જાય ત્યાં સુધી અમે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીશું. આ અકસ્માતમાં નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.જેમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહેલી પ્રખ્યાત ગાયિકા રૂબી પેરેઝ પણ ઘાયલ થઈ હતી.

રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરે ‘X’ પર પોસ્ટ કર્યું કે બધી બચાવ એજન્સીઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે ‘અથાક મહેનત’ કરી રહી છે. તેમણે લખ્યું, “જેટ સેટ નાઈટક્લબમાં બનેલી ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે.” અકસ્માત પછી, અમે મિનિટે મિનિટે તેનાથી સંબંધિત માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. અબિનાદર પણ અકસ્માત સ્થળે પહોંચ્યા અને ત્યાં પોતાના પ્રિયજનોને શોધી રહેલા લોકોને ગળે લગાવ્યા. જોકે, તેમણે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું. નાઈટક્લબની છત પડવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.