આંનદ મહિન્દ્રાએ પૂર્ણ કર્યું પોતાનું વચન, ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવનારી દેશની દીકરીને આપી આ ખાસ ફીચર્સ વાળી લક્ઝુરિયસ કાર

આનંદ મહિન્દ્રા દેશના એવા ઉદ્યોગપતિ છે જે સેવાકીય કાર્યોના લીધે પણ લોકોનું દિલ જીતી લેતા હોય છે. હાલમાં જ તેમને વધુ એક દિલ જીતી લે તેવું કાર્ય કર્યું છે. જેમાં મહિન્દ્રા એન્ડ મહિંદ્રા કંપનીએ લાંબા સમય સુધી કામ કર્યા પછી હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવનાર અવની લેખારાને ખાસ કસ્ટમ બિલ્ટ XUV700 ગોલ્ડ એડિશન આપ્યું છે.

આ એક્સક્લુઝિવ XUV700માં આગળની બંને સીટો કસ્ટમ મેડ છે અને દિવ્યાંગ મુસાફરો તેમાં ખૂબ જ સરળતાથી બેસી અને ઊતરી શકે છે. ઓગસ્ટ 2021માં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ વચન આપ્યું હતું કે તેઓ લેખારાને એક ખાસ SUV આપશે. અવનીએ મહિલાઓની 10m AR સ્ટેન્ડિંગ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગ પેરા સ્પોર્ટ્સમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે અને અવનીએ અહીં 249.6 મીટરનો નવો પેરાલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો છે.

Mahindra XUV700ની આગળની સ્પેશિયલ સીટો આગળ અને પાછળ જાય છે, જેનો અર્થ છે કે તે દરવાજાની બહાર આવે છે, જેનાથી બેસવામાં સરળતા રહે છે. અહીં આ સ્પેશિયલ સીટ SUVના દરવાજાની બહાર આવે છે અને નીચે નમેલી હોય છે જેથી તેમાં સરળતાથી બેસી શકાય અને બેસ્યા બાદ તેને રિમોટની મદદથી અંદર લઈ જઈ શકાય છે. દિવ્યાંગ લોકોને વધુ ઊંચાઈ ધરાવતા ભારે વાહનોમાં બેસવામાં વધુ તકલીફ પડે છે, આવી સ્થિતિમાં આ ખાસ સીટો પર સીધા વ્હીલચેરમાં બેસી શકાય છે.

અગાઉ નીરજ ચોપરા અને સુમિત અંતિલને મહિન્દ્રા XUV700 ની ગોલ્ડ એડિશન પણ આપવામાં આવી છે, આ ત્રણેય કાર મહિન્દ્રાની ડિઝાઇન ઓફિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ડિઝાઇન ઓફિસર પ્રતાપ બોઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. અવનીને જે SUV મળી છે તે મિડનાઈટ બ્લેક શેડમાં આવી છે, જેમાં અંદર અને બહાર ખાસ ગોલ્ડ એક્સેન્ટ આપવામાં આવ્યા છે, આ સિવાય અહીં અવનીનો પરફોર્મન્સ રેકોર્ડ પણ જોવા મળ્યો છે. આ રેકોર્ડ આંકડો SUVના ફેન્ડર્સ અને ટેલગેટ પર સુવર્ણ અક્ષરોમાં લખાયેલો છે.

Mahindra XUV700એ કંપનીની સૌથી મોંઘી SUV છે અને ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 12.95 લાખથી શરૂ થાય છે અને રૂ. 23.79 લાખ સુધી જાય છે. કંપનીએ આ SUVમાં મજબૂત સેફ્ટી ફીચર્સ આપ્યા છે અને તે દેખાવમાં મજબૂત SUV છે. અહીં કંપનીએ બે એન્જિન વિકલ્પો આપ્યા છે જેમાં 2.0-લિટર GDI ટર્બો પેટ્રોલ અને 2.2-લિટર mHawk ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. કંપનીએ આ બંને એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશન આપ્યું છે.

Niraj Patel