BREAKING : નોટબંધી સમયે 13,860 કરોડ રૂપિયાનું કાળુ નાળુ જાહેર કરનાર ગુજરાતના મહેશ શાહનું થયુ નિધન

જયારે વર્ષ 2016માં નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે 14000 કરોડ જેટલી રકમ જાહેર કરનાર મહેશભાઇ ઘણા ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હાલ મહેશ શાહને લઇને મોટી ખબર સામે આવી છે. તેમનું ગુરુવારના રોજ 73 વર્ષની ઉંમરે નિધન થયુ છે. અમદાવાદના મહેશ શાહે નોટબંધી સમયે IDS એટલે કે ઇન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ વર્ષ 2016ના ડિસેમ્બર માસમાં રૂપિયા 13860 કરોડની જે 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી હતી તે રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.

જો કે, તેમણે કાળા નાણા પેટે આ રકમ તો જાહેર કરી પરંતુ પૈસા જમા કરાવ્યા ન હતા અને સૌથી ખાસ વાત તો એ છે કે આવકવેરા વિભાગે પણ કોઇ નક્કર કાર્યવાહી કરી ન હતી. ઉલ્લેખનીય છે કે, સુરતના ઉઘનામાં ચા વેચીને જે કરોડપતિ બન્યા હતા તે ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાએ તેના સાથીઓ મારફતે કરોડો રૂપિયાની જૂની નોટો બદલીને મોટું કૌભાંડ આચર્યું હતુ.

જયારે આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે કરોડો રૂપિયા રોકડ તથા સોના-ચાંદીના ઘરેણા અને વાસણો પકડાયા હતા. જો કે બેંક લોકર્સ પણ સિલ કરાયા હતા અને અનેક વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. કિશોર ભજીયાવાલા, જીગ્નેશ ભજીયાવાલા, જાસ્મીન ભજીયાવાલા સહિત પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતો જપ્ત કરી હતી.

Shah Jina