સેંકડો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી પહોંચ્યા કુદરતના ખોળે, ધરતી ઉપરના સ્વર્ગ સમી જગ્યાએથી આવી શાનદાર તસવીરો સામે, જુઓ

ગુજરાત એ એક સેવાભાવી રાજ્ય છે, અહીંયા ઘણા લોકો પોતાના સેવાકીય કાર્યો દ્વારા ઘણા લોકો માટે મદદરૂપ બનતા હોય છે, ત્યારે ગુજરાતમાં સેવાભાવી તરીકે એક જાણીતું નામ સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીનું પણ છે, મહેશભાઈ સવાણીએ સેવાકીય કાર્યો કરવાની સાથે સાથે હજારો દીકરીઓના પાલક પિતા તરીકેની પણ જવાબદારી સ્વીકારી છે.

અત્યાર સુધી તેમણે કોઈપણ જાતના ભેદભાવ વિના કેટલીય દીકરીઓના કન્યાદાન કર્યા છે, નિરાધાર અને પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા બનીને મહેશ સવાણીએ પોતે જ તેમના હાથથી દીકરીઓના કન્યાદાન કરીને અનેરી માનવતા મહેકાવી છે. મહેશભાઈ સવાણીએ ઘણી દીકરીઓને આશરો પણ આપ્યો છે.

ત્યારે મહેશભાઈ સવાણી થોડા દિવસ પહેલા જ ધરતીની સ્વર્ગ સમી જગ્યા એવી મનાલી પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાની ઘણી બધી તસવીરો પણ શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

મહેશભાઈ સવાણી દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં મનાલીનો અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એક તસ્વીરમાં મહેશભાઈ સવાણી નદી કિનારે પથ્થર ઉપર બેસીને યોગ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય પણ તે મનાલીના અલગ અલગ સ્થળો ઉપર મિત્રો સાથે આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી થોડા સમય પહેલા જ રાજકારણમાંથી છુટા પડ્યા છે. તેમને આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું, જેના બાદ તે ઉપવાસ આંદોલન ઉપર પણ ઉતર્યા હતા. પરંતુ તેમને અચાનક રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો અને સેવાકીય કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારે હાલમાં તેઓ મનાલીમાં ઉનાળાની રજાઓનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા. મહેશભાઈ ખુબ જ મોટા ઉદ્યોગપતિ છે અને તેમના વ્યવસ્યાયમાં થોડા સમયનો બ્રેક લઇ તે રજાઓ માણવા માટે નીકળ્યા છે. મહેશભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે. સમૂહ લગ્નમાં તે દીકરીઓને ભરપૂર ભેટ સોગાદો પણ આપે છે અને પછી દીકરીઓને હનીમૂન માટે પણ મોકલે છે.

આ વર્ષે પણ મહેશભાઈએ દીકરીઓને હનીમૂન માટે જમાઈઓ સાથે મનાલી મોકલ્યા હતા અને એક ગ્રુપમાં તેમની સાથે તેઓ પણ હાજર રહ્યા હતા. દીકરીઓએ પણ તેમના સોશિયલ મીડિયામાં મનાલીમાં વિતાવેલા હનીમૂનની ઘણી બધી તસવીરો શેર કરી હતી, આ હનીમૂનમાં મહેશભાઈએ દીકરીઓ અને જમાઈ માટે રહેવા જમવાથી લઈને ફરવા સુધીની તમામ વ્યવસ્થા કરી હતી.

Niraj Patel