આ વ્યક્તિએ આખરે એવું તો શું કર્યુ કે આનંદ મહિન્દ્રાએ તેને નવી બોલેરો આપવાની કરી પેશકશ, જુઓ દિલચસ્પ વીડિયો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો કે પોસ્ટ શેર કરતા રહે છે. તે પ્રેરણાદાયક અથવા રમુજી હોય છે. મંગળવારે તેમણે એક વીડિયો શેર કર્યો હતો, જે હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. હવે જમાનો ઇલેક્ટ્રિક કાર તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ હજુ પણ ભારતના રસ્તાઓ પર જુગાડથી બનેલા વાહનો દોડતા ઘણીવાર જોવા મળે છે. તેનો લેટેસ્ટ વીડિયો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. જીપને કિક  મારી સ્ટાર્ટ કરતો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ વિડીયો આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

હવે તેમણે જીપ બનાવનાર વ્યક્તિને મહિન્દ્રા બોલેરો કાર ગિફ્ટ કરવાની ઓફર કરી છે. આનંદ મહિન્દ્રાએ પોતાના નવા ટ્વીટમાં લખ્યું, ‘વહેલા અથવા મોડા સ્થાનિક સત્તાવાળાઓ આ વાહનને ચલાવવાથી રોકશે કારણ કે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. બદલામાં હું વ્યક્તિગત રીતે તેમને બોલેરો ઓફર કરું છું. આ કૌશલ્ય દ્વારા અમને પ્રેરણા આપવા માટે તેમની રચનાઓ MahindraResearchValley માં પ્રદર્શિત કરી શકાય છે, કારણ કે ‘સંસાધન’ એટલે ઓછા સંસાધનો સાથે વધુ કરવું.’

આ સંદેશ દ્વારા આનંદ મહિન્દ્રાએ સાબિત કર્યું છે કે તેઓ પ્રતિભાની ઊંડી કદર કરે છે અને તેનું સંપૂર્ણ સમર્થન કરે છે. આ વીડિયો જોયા બાદ આનંદ મહિન્દ્રાએ પણ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. આ પહેલા પણ તે આવી કુશળતાના વખાણ કરતા રહ્યા છે. આયર્નમેનની જેમ સૂટ ડિઝાઇન કરનાર બાળકને પણ આનંદ મહિન્દ્રાનો ઘણો સપોર્ટ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપે છે.

આ વીડિયો જોયા બાદ સેંકડો યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. કેટલાકે કહ્યું કે આ વીડિયો જોઈને સાબિત થાય છે કે જરૂરિયાત શોધની માતા છે. જ્યારે એકે લખ્યું હતું કે ભાંગરથી બનેલું થાર. બીજા એક વ્યક્તિએ લખ્યું કે મને આશા છે કે મહિન્દ્રા ગ્રૂપ જરૂરિયાતમંદ પ્રતિભાઓને પ્લેટફોર્મ આપશે. તમને જણાવી દઈએ કે, મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને 2.50 લાખથી વધુ વ્યૂઝ અને 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

Shah Jina