વાહ…. ભારતમાં આ જગ્યાએ એવું શાનદાર બનાવવામાં આવ્યું જાહેર શૌચાલય, જેમાં ફ્રી WIFI અને ટીવીની સુવિધા પણ ઉપલબ્ધ

જાહેર શૌચાલનું નામ સાંભળતાની સાથે જ તમને ચૈત્રી ચઢવા લાગે, પરંતુ ના ઇચ્છવા છતાં પણ તેનો ઉપયોગ આપણને કરવો પડે છે. પરંતુ જો જાહેર શૌચાલયની અંદર તમને સ્વચ્છતા સાથે ફ્રી વાઇ ફાઇ અને ટીવી જેવી સુવિધાઓ મળી જાય તો ? આવું કદાચ તમને કલ્પના જેવું લાગશે પરંતુ હાલમાં ભારતની અંદર આવું શૌચાલય બની ચૂક્યું છે.

મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં રહેવાવાળા લોકોને એક ખુબ જ મોટી ભેટ મળી છે. શહેરના અંધેરી પશ્ચિમના જુહુ ગલીમાં 88 સિટર જમ્બો સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 66 કોંગ્રેસ પાર્ષદ મેહર એમ હૈદર દ્વારા જણાવવામાં આવ્યું કે બે માળના સાર્વજનિક શૌચાલય ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 60 અને પહેલા માળ ઉપર 28 ટોયલેટ સીટ છે. બીએમસી દ્વારા બનાવવામાં આવ્યું છે. જે સૌથી મોટું શૌચાલય છે.

4000 વર્ગ ફૂટમાં ફૅલાયૅલા આ શૌચાલયની આસપાસ લગભગ 60000 ઝુંપડીઓ છે. આ ટોયલેટને અનલિમિટેડ વાપરવા માટે દર મહિને માત્ર 60 રૂપિયા આપવા પડશે. એટલું જ નહીં આ બે માળના બિલ્ડિંગમાં ન્યૂઝપેપર્સ સમેત ઘણી અત્યાધુનિક સુવિધાઓનો પણ વાયદો કરવામાં આવ્યો છે. જેમાં ફ્રી વાઈ ફાઈ અને બગીચાની વચ્ચે એક ટીવી સેટ પણ લગાવવામાં આવ્યું છે.

વપરાશકર્તાઓના વેલકમ માટે અહીંયા ટોમ એન્ડ જેરી જેવા કાર્ટૂન કેરેક્ટર પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિભિન્ન પ્રકારની માછલીઓની ખુબસુરત પેઈન્ટિંગ્સ, સ્વછતા થીમ વાળા મેસેજ અને શૌચાલયની લગતી બીજી સુવિધાઓ પણ છે.

આ બધી જ ડિઝાઇન અને પ્લાનિંગ હૈદર અને રિદ્ધિ એસોસિએટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. હૈદર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ના ફક્ત શહેરનું સૌથી મોટો સાર્વજનિક શૌચાલય બ્લોક છે, પરંતુ એક કુશળ અને ચોવીસ કલાક સફાઈની વ્યવસ્થા પણ તેમાં છે.

તેમને સાર્વજનિક શૌચાલય વિશે આગળ જણાવ્યું કે ઉપરનો માળ પુરુષો માટે છે, ગ્રાઉન્ડ ફ્લોર મહિલાઓ માટે છે અને સાથે જ ચાર વિશેષ બ્લોક વિકલાંગો માટે બનાવવામાં આવ્યા છે.

Niraj Patel