લખનઉ ગર્લનો સામે આવ્યો નવો કાંડ, પહેલા હાથ સાજો હતો અને હવે હાથ ઉપર પાટો કેવી રીતે આવ્યો ? લોકોએ કરી ટ્રોલ

સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયામાં આજે ચારેય તરફ લખનઉ ગર્લની ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા ન્યુઝ મીડિયા દ્વારા તેના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવી રહ્યા છે અને તે એવા એવા નિવેદનો આપી રહી છે જેના કારણે તે ટ્રોલ પણ થઇ રહી છે. અત્યાર સુધીના તેના ઇન્ટરવ્યૂમાં એક જુદો ચહેરો જોવા મળતો હતો, પરંતુ ગઈકાલે આજતક ન્યુઝ મીડિયા દ્વારા લેવાયેલા તેના ઇન્ટરવ્યૂમાં એક નવું રૂપ સામે આવ્યું છે.

આજતક ચેનલ દ્વારા લેવામાં આવેલા ઈન્ટરવ્યુની અંદર લખનઉ ગર્લ નિવેદનો તો પહેલા આપતી હતી તેમ જ જોવા મળી રહી છે, પરંતુ આ વખતે નવું એ છે કે તેના હાથ ઉપર એક પાટો પણ બાંધેલો જોવા મળી રહ્યો છે. હવે આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે. યુઝર્સનું કહેવું છે કે અત્યાર સુધી પાટો હતો નહિ તો હવે ક્યાંથી આવી ગયો ?

લખનઉ ગર્લ પ્રિયદર્શિનીઆ વખતે પણ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર જૂનો રાગ જ આલાપી રહી છે. તેનું કહેવું છે કે કેબ ડ્રાઈવર સહાદત અલીના સાથીઓ તેના ઉપર અવાર નવાર હુમલો કરતા રહે છે અને તેના કારણે જે તેને સહાદત અલીને થપ્પડ માર્યા હતા. તેને છેલ્લા ઘણા સમયથી લોકો મારી રહ્યા છે.

હજુ પણ પ્રિયદર્શની પોતાની ભૂલ માનવા માટે તૈયાર નથી અને સહાદત અલીને ગાડી તોડવાને લઈને પણ તેનું કહેવું છે કે તે મારા ઉપર ગાડી ચઢાવવાનો હતો અને તેના કારણે જ તેની કારને નુકશાન પહોચાડ્યું છે. આ ઉપરાંત પ્રિયદર્શની પોલીસ ઉપર પણ ઘણા સવાલો ઉઠાવી રહી છે. તેને ટ્રાફિક પોલીસની ફરજ ઉપર પણ સવાલો ઉભા કર્યા છે.

પ્રિયદર્શનીના નિવેદનો અને તેના આરોપો તો જે ચાલતા આવી રહ્યા છે તેના તેજ છે, પરંતુ આ વખતે તે હાથ ઉપર પાટો બાંધીને ઇન્ટરવ્યૂ આપી રહી છે. જેના કારણે તે હવે વધુ ટ્રોલ થવા લાગી છે. ગઈકાલે તેનો એક જૂનો વીડિયો પણ વાયરલ થયો હતો તેમાં તે તેના પાડોશીઓ સાથે પણ ઝઘડો કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

લખનઉ થપ્પડ ગર્લ જૂનો વીડિયો પણ હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને પાડોશીના દરવાજાનો રંગ જોઈને કહ્યું હતું કે આ “અહીંયા ઇન્ટરનેશનલ ડ્રોન ફરે છે, જેનાથી આખી કોલોનીને છે ખતરો !” આ વીડિયોને જોઈને પણ લોકો એ આ યુવતીને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરી હતી.

Niraj Patel