શર્મનાક : પોતાના દર્દી માટે હાઇજેક કરી એમ્બ્યુલેંસ, બંને દર્દીઓ સાથે આગળ શું થયું? જાણીને રુવાડા ઉભા થઇ જશે

હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇંજેક્શન અને એમ્બ્યુલન્સ ના મળવા પર લોકોની ધીરજ તૂટી રહી છે અને સંવેદનહીનતાની બધી સીમાઓને લોકો પાર કરી રહ્યા છે. બુધવારે બપોરે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક શર્મસાર કરનારી ઘટના સામે આવી રહી છે.

બાલાગંજના એક હોસ્પિટલમાં દાખલ દર્દીને ઓક્સિજન ન મળવા પર બીજા હોસ્પિટલ લઇ જવા માટે પરિવારજનોએ એમ્બ્યુલન્સ બોલાવી જે રસ્તામાં એક અન્ય દર્દીના પરિવારે એમ્બ્યુલન્સને હાઇજેક કરી લીધી.

હિન્દુસ્તાનના રિપોર્ટ મુજબ શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે બાલાગંજના રહીશ દર્દી વિનયકુમારની સારવાર યુનિક હોસ્પિટલમાં ચાલુ હતી.તેમના પરિજનોએ જણાવ્યું કે હોસ્પિટલ પાસે બુધવારે ઓક્સિજન ખુટી ગયો. ખુબ કોશિશ કરવા છતાં જ્યારે ઓક્સિજન ન મળ્યો તો હોસ્પિટલે બે કલાકમાં અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપી. જેના પર  વિનયના સંબંધી સંતોષે એમ્બ્યુલન્સ માટે 108 પર ફોન કર્યો. તમામ પ્રયત્નો બાદ તેમની અરજી નોંધાઈ અને એમ્બ્યુલન્સ હોસ્પિટલ માટે રવાના થવાની સૂચના મળી. પરંતુ તે હોસ્પિટલ પહોંચી જ નહીં.

એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પીડિત પરિવારને સૂચના આપી કે થોડીવારમાં એમ્બ્યુલન્સ પહોંચી જશે. આ બધા વચ્ચે કેમ્પવેલ રોડ પર લાલ મસ્જિદ અને પેટ્રોલ પંપની વચ્ચે કેટલાક લોકોએ અચાનક એમ્બ્યુલન્સનો રસ્તો રોકી લીધો. બાઈકથી આવેલા યુવકોએ એમ્બ્યુલન્સને ચારેબાજુથી ઘેરી લીધી અને ડ્રાઈવર પાસેથી ચાવી લઇ લીધી. ત્યારબાદ તેમણે પોતાના મહિલા દર્દીને તરત ઓક્સિજન લગાવીને ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કહ્યું કે તે લોકો મહિલાને પહેલા એરા મેડિકલ અને ત્યારબાદ બીજી હોસ્પિટલોમાં લઈ જાય પરંતુ તેને ક્યાંય દાખલ કરાઈ નહીં. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સના સિલિન્ડરનો ઓક્સિજન પણ ખતમ થઈ ગયો અને મહિલાનો જીવ જતો રહ્યો.

વિનય કુમારના પરિવારજન એમ્બ્યુલન્સની રાહ જોઇ રહ્યા હતા પરંતુ તે હાઇજેક થઇ ચૂકી હતી. રાહ જોયા બાદ ફરીવાર 108ને સૂચના આપવામાંં આવી. 45 મિનિટ બાદ બીજી એમ્બ્યુલન્સ પહોંચી ત્યાં સુધી વિનય કુમારની મોત થઇ ચૂકી હતી.

Shah Jina