16 જુલાઈ, 2026ના રોજ, ધન, સમૃદ્ધિ, રોમાંસ અને સુખના દાતા શુક્ર મઘા નક્ષત્ર છોડીને સિંહ રાશિમાં સ્થિત પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્ર પોતે પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સ્વામી છે, અને જ્યારે કોઈ ગ્રહ પોતાના નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે તેની શક્તિઓ અનેકગણી વધી જાય છે. આ અત્યંત શુભ સ્થિતિ ઘણી રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખોલનારી સાબિત થશે.

તુલા રાશિ:
આ ગોચર તમારી અધૂરી ઇચ્છાઓને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. રોકાણમાંથી અણધાર્યા નફાની સાથે તમને પૂર્વજોની મિલકતમાંથી પણ લાભ મળી શકે છે. કલા, મીડિયા, ડિઝાઇન કે ગ્લેમર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો સુવર્ણકાળ સમાન રહેશે અને પ્રભાવશાળી લોકો સાથેના જોડાણથી કારકિર્દીને નવી ઊંચાઈ મળશે.

સિંહ રાશિ:
શુક્રના આ ગોચરથી તમારા વ્યક્તિત્વ અને આકર્ષણમાં ગજબનો વધારો જોવા મળશે. સમાજ અને કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતા વધશે અને લોકો તમારા નિર્ણયોથી પ્રભાવિત થશે. તમે વૈભવી વસ્તુઓ જેવી કે નવું વાહન કે ઘરેણાં પાછળ ખર્ચ કરી શકો છો, અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે.

મેષ રાશિ:
આ પરિવર્તન મેષ રાશિ માટે પ્રેમ અને સંતાન સંબંધિત બાબતોમાં અત્યંત અનુકૂળ રહેશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે, આવકના નવા સ્ત્રોત ખુલશે, અને નોકરીયાત લોકોને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. અવિવાહિત લોકોના જીવનમાં નવા જીવનસાથીનું આગમન થઈ શકે છે અને પ્રેમ સંબંધો મધુર બનશે.

ધન રાશિ:
ધન રાશિ માટે શુક્રનું આ ગોચર નસીબ ચમકાવનારું સાબિત થશે. આ સમય દરમિયાન કરેલી વ્યાવસાયિક કે ધાર્મિક યાત્રાઓ સફળ અને નફાકારક રહેશે, તેમજ અટકેલા કામ અચાનક ગતિ પકડશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે અને તમામ કાર્યો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)