પ્રેમમાં લોકો જીવવા મરવાના વાયદાઓ કરતા આપણે જોયા હશે, ઘણા પ્રેમીઓ એવા હોય છે જે પોતાની પ્રેમિકા માટે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે. ત્યારે આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લોકોને પણ હેરાન કરી મુક્યા છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા સુધી સંદેશ પહોંચાવવા માટે અઢી કિલોમીટરના રોડ ઉપર I LOVE U અને I MISS U લખી નાખ્યું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ હતી. આ તસવીરો વાયરલ થયા બાદ પ્રસાશન પણ હરકતમાં આવ્યું હતું. અને કર્મચારીઓ દ્વારા રંગના ડબલા લઈને રોડ ઉપરથી તે લખાણ હટાવવામાં લાગી ગયા હતા.
આ ઘટના કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકાના ધરણગુત્તિ ગામની છે. જયારે મંગળવારની સવારે લોકોની ઊંઘ ઉડી ત્યારે ગામના મુખ્ય રસ્તા ઉપર પ્રેમનો ઇજહાર કરેલો જોવા મળ્યો હતો. પ્રેમના આ પુજારીની ઓળખ હજુ નથી થઇ શકી. પરંતુ સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ પગલું ગામના જ કોઈ યુવાન દ્વારા ભરવામાં આવ્યું છે.

ત્યારે હવે ધરણગુત્તિ ગ્રામપંચાયત આ સંદેશ મિટાવવાની સાથે યુવકની શોધ કરવામાં પણ લાગી ગઈ છે. પંચાયતના જ એક સદસ્યએ જણાવ્યું કે આ ઘટના જયસિંહપુરથી ધરણગુત્તિના રસ્તા ઉપર બની છે. કોઈએ ઓઇલ પેઇન્ટથી રોડને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.