વાયરલ

આ ક્યૂટ દીકરી પહેલીવાર પ્લેનમાં બેઠી, પાયલટ તરીકે જોયા તેના પિતાને, જુઓ હ્ર્દયસ્પર્શી વીડિયો

પાયલટ પિતા સાથે દીકરીની પહેલી ફલાઇટ, આ ક્યૂટ વીડિયોએ જીતી લીધું ઇન્ટરનેટ ઉપર લોકોનું દિલ, તમે પણ જોઈને ખુશ થઇ જશો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે જેમાં કોઈ નાની એવી ઘટનાને પણ વાયરલ થવામાં વાર નથી લાગતી, રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, ઘણા વીડિયો હસાવનારા હોય છે તો ઘણા વીડિયો લોકોનું દિલ જીતનારા પણ હોય છે. હાલ ઇન્ટરનેટ ઉપર એક એવો જ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો એક નાની દીકરીનો છે. જે ફ્લાઇટની સીટ ઉપર બેઠી છે. પરંતુ આ દરમિયાન તે કઈ એવું જુએ છે જેના કારણે તેની ખુશીનું ઠેકાણું નથી રહેતું. નાની બાળકીના આ રિએક્શન લોકોને ખુબ જ પસંદ આવ્યું અને જોત જોતામાં જ તેનો વીડિયો વાયરલ થઇ ગયો.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક બાળકી ફલાઇટમાં બેઠી છે અને બીજા યાત્રીઓ ફલાઇટમાં ચઢી રહ્યા છે. ત્યારે જ પાયલટના ડ્રેસમાં એક વ્યક્તિની એન્ટ્રી થાય છે. જેને જોઈને જ બાળકી ખુશ થઇ જાય છે. જેને જોઈને આ બાળકી ખુશ થઇ જાય છે એ પાયલટ બીજું કોઈ નહિ પરંતુ એ દીકરીના પિતા છે.

જાણવા મળી રહ્યું છે કે આ વીડિયો બાળકીની માતાએ શૂટ કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં તે બાળકીનો ઉત્સાહ વધારતી જોવા મળી રહી છે. આ બાળકીનું નામ શનાયા મોતીહાર છે અને વીડિયો બનાવનારી તેની માતા પ્રિયંકા મનોહીત છે. બાળકીની માતાએ જ ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shanaya Motihar (@shanaya_motihar)


આ વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “પાપાની સાથે મારી પહેલી ફલાઇટ… તેમને દિલ્હી માટે ઉડાન ભરી. હું ખુબ જ ઉત્સાહિત છું. આ મારી અત્યાર સુધીની સૌથી સારી ફલાઇટ રહી.. લવ યુ પાપા..” સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે.