વાયરલ

સિંહણના પાંજરામાં ઘૂસી ગયો વ્યક્તિ, પણ પછી જે થયુ તે જોઇ અટકી જશે જીવ- જુઓ વીડિયો

છોકરો ગયો હતો ચિડિયાઘર ફરવા, સિંહણના ઝુંડે હુમલો બોલી દીધો અને પછી…

અવાર નવાર સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો સામે આવે છે, જેમાં જોવા મળે છે કે લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જાય છે. આ દરમિયાન કેટલીક રમુજી વાતો સામે આવે છે, તો કેટલીક ડરામણી બાબતો… સિંહ-સિંહણ, ચિત્તા અને દીપડા જેવા પ્રાણીઓ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેમની નજર ક્યારે કોના પર ટેઢી થઇ જાય તે કંઈ કહી શકાય નહીં. ઘણી વખત લોકો પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહોના પાંજરામાં હાથ નાખી આંગળી કરે છે.

જો કે, તેમને આવું કરવાનો જવાબ તરત જ પ્રાણીઓ દ્વારા મળી જાય છે. આવી અનેક ઘટનાઓ સામે આવ્યા પછી પણ ઘણા લોકો સુધરવાનું નામ લેતા નથી અને પછી તેનું પરિણામ પણ ભોગવે છે. આવું જ એક દ્રશ્ય સોશિયલ મીડિયા પર હાલ જોવા મળી રહ્યું છે. એક વીડિયો animals_powers નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ પાંજરામાં બંધ સિંહણોની વચ્ચે વિચાર્યા વગર પ્રવેશ કરે છે.

પરંતુ ત્યાં ઘણી સિંહણ જે પહેલાથી જ હાજર હોય છે તે આ છોકરા પર હુમલો કરી દે છે અને સતત પકડવાનો પ્રયાસ કરે છે. સિંહણનું આ સ્વરૂપ વ્યક્તિને ખૂબ જ નર્વસ કરી દે છે અને તે બૂમો પાડવા લાગે છે. એવું લાગે છે કે પાછળથી કેટલાક લોકો આવીને તેને બહાર લઈ જઇ રહ્યા છે. સિંહણના ઘેરામાં માણસને જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી એક વાત સ્પષ્ટ છે કે હવે તે ક્યારેય કોઈ પ્રાણીની છેડતી નહીં કરે. અત્યારે આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

સોશિયલ મીડિયા પર તે વાયરલ થતાં જ ઘણા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને પૂછવાનું શરૂ કર્યું કે શું તે સુરક્ષિત છે. તો સાથે જ એક યુઝરે એમ પણ લખ્યું કે એવું લાગે છે કે સિંહણ માત્ર રમી રહી હતી. લોકો આના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો કે, વીડિયોના અંતમાં કોઇ ચિત્ર સ્પષ્ટ થયુ નથી.