રોડના કિનારે ખાડામાં આરામથી સુઈ રહ્યો હતો દીપડો, લોકો આવ્યા ફોટો પાડવા, પછી દીપડાએ જે કર્યું તે જોઈને તમે પણ ચીસ પાડી ઉઠશો

આજકાલ લોકોને ફોટો લેવાનો એવો ક્રેઝ થઇ ગયો છે કે તે ફોટો લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, અને આ બધું લોકો પોતાના માટે નહીં પરંતુ દુનિયાને બતાવવા માટે કરતા હોય છે, સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોવાના કિસ્સાઓ પણ આપણે જોયા હશે, તો ઘણા લોકોને પ્રાણીઓ સાથે સેલ્ફી અને તેમની તસવીરો લેવાનો શોખ હોય છે, પરંતુ ઘણીવાર આવો શોખ ભારે પણ પડી શકે છે. હાલ આવું જ એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક દીપડો રોડના કિનારે આરામથી ખાડામાં સુઈ રહ્યો છે, પરંતુ લોકોને આ દીપડાના ફોટો લેવા હોય છે અને ઘણા બધા લોકો ખાડાની આસપાસ આવીને ઉભા થઇ જાય છે. એક વ્યક્તિ તો ખાડા પાસે આવીને તેનો નજીકથી ફોટો લેવા માટે જાય છે.

પરંતુ આ ભાઈ ભૂલી રહ્યા છે કે આ દીપડો છે અને તે એક જંગલી પ્રાણી છે, આવું કરવું જોખમ પણ બની શકે છે, અને તેમાં પણ બને છે એવું જ તે વ્યક્તિ ફોટો લેતો હોય છે ત્યારે જ દીપડો તેના ઉપર હુમલો કરી બેસે છે, આ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ ભાગવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયાની અંદર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.  તો ઘણા લોકો તસ્વીર ખેંચનારા લોકો પ્રત્યે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel