ગિરનારની લીલી પરિક્રમામાં દીપડાનો આતંક, 11 વર્ષની બાળકી પર કર્યો જીવલેણ હુમલો

હે રામ, જૂનાગઢની લીલી પરિક્રમામાં દિપડાએ બાળકીને ફાડી ખાધી, વાંચો સમગ્ર મેટર

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક ચોંકાવનારી અને ખૌફનાક ઘટના બની. લીલી પરિક્રમાના રૂટમાં 11 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો અને તેને કારણે બાળકીનું મોત નીપજ્યુ. ત્યારે આ ખબર વાયુવેગે ફેલાતા દહેશતનો માહોલ છવાયો છે. ઘટનાના પગલે બાળકીના પરિવારજનો પણ આઘાતમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ 11 વર્ષિય પાયલ સાખન પર હુમલો કર્યો હતો, અને આ દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ. મૃતક અમરેલી જિલ્લાની રહેવાસી હોવાનું અને તેને દીપડો ખેંચી ગયો હોવાનું સામે આવ્યુ છે.

File Pic

જો કે, ઘણા સમય સુધી પરિવારે તેને જંગલમાં શોધી પણ બાળકી કે દીપડો ન મળતા જંગલ વિભાગને જાણ કરાઇ અને પછી જંગલ વિભાગે બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી. પરંતુ તપાસમાં બાળકી મૃત મળી આવી.

Shah Jina