છેલ્લા દિવસોમાં કેવી હતી લત્તા મંગેશકરની તબિયત? વાયરલ થયો વિડીયો…જોઈને ભાવુક થઇ જશો જુઓ વાયરલ વીડિયો

લત્તા મંગેશકરનું 92 વર્ષની વયે રવિવારના રોજ અવસાન થયું હતુ. કોરોના અને ન્યુમોનિયાથી પીડિત લતાજીના નિધનથી દેશ અને દુનિયામાં શોકની લહેર છે. તેમના જવાથી દરેક વ્યક્તિ શોકમાં છે. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સપોર્ટ સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની હાલત એટલી ખરાબ છે કે તેમના માટે આધાર વિના ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે.

બે સ્ત્રીઓ તેમને પકડી અને ધીમેથી ચલાવી રહી છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અને તેમના અંતિમ સંસ્કાર સાંજે શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા હતા.આ દરમિયાન દેશના પ્રધાનમંત્રી મોદી પણ ખાસ હાજર રહ્યા હતા. લત્તા મંગેશકર એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સ્થિતિ સ્થિર રહી હતી. હરીશ ભીમાણીએ લતાજી તેમના છેલ્લા દિવસોમાં શું કરતા હતા તેની માહિતી આપી હતી.

લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકરે હરીશને કહ્યું હતુ કે લતાજી તેમના અંતિમ દિવસોમાં તેમના પિતા દીનાનાથ મંગેશકરને યાદ કરી રહ્યા હતા. લતાજી તેમના પિતાના રેકોર્ડિંગ્સ સાંભળતા હતા અને ગાવાનો પ્રયાસ પણ કરતા હતા.નિધનના બે દિવસ પહેલા હોસ્પિટલમાં ઈયરફોન મંગાવવામાં આવ્યા હતા. તેમને માસ્ક હટાવવાની મનાઈ હતી, છતાં તે માસ્ક ઉતારીને ગાતા હતા. જણાવી દઈએ કે લતાજી પોતાના પિતાને પોતાના ગુરુ માનતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે લતાજી પોતાના ગીતો સાંભળતા ડરતા હતા.

હરીશે જણાવ્યું કે જ્યારે તે પોતાના ગીતો સાંભળતા હતા ત્યારે તે પોતાની ભૂલો જાતે જ પકડી લેતા હતા અને તેના કારણે તે ખૂબ જ ઉદાસ રહેતા હતા.તે વિચારતા હતા કે મોટા સંગીતકારો તેમના ગીતો સાંભળીને શું વિચારશે. લતા મંગેશકરના નિધન બાદ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. કેટલાક રાજ્યોમાં સોમવારે પણ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લતાજીએ 1942માં 13 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી

અને વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા છે.સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેમણે આઝી દાસ્તાન હૈ યે, પ્યાર કિયા તો ડરના ક્યા, નીલા આસમાન સો ગયા અને તેરે લિયે… જેવા અનેક યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.જો કે, આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુ રોક્સ કરતુ નથી.
સૌજન્ય- ન્યુઝ 18 મરાઠી

Shah Jina