શું ખરેખર કિંગ ખાન થુક્યો? લતા મંગેશકરે શાહરુખ ખાન માટે જે કહ્યું હતું તે જો શાહરૂખને ટ્રોલ કરવા વાળા સાંભળી લેશે તો શરમથી જ મરી જશે, જુઓ

92 વર્ષીય લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રવિવારે સાંજે શિવાજી પાર્કમાં લતાજીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શાહરૂખ ખાન, રણબીર કપૂર, જાવેદ અખ્તર, અનુરાધા પૌડવાલ સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. શાહરૂખ ખાને તેની મેનેજર પૂજા દદલાની સાથે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતાએ તેના બંને હાથ ફેલાવ્યા અને લતા દીદી માટે દુઆ (ફાતિહા) વાંચી અને ઇસ્લામિક ધાર્મિક વિધિઓ અનુસાર તેમના પાર્થિવ શરીર ઉપર ફૂંક મારી હતી. જે તેમની દુઆનો ભાગ હતો. હવે આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા એ વાત તો ભુલાઈ ગઈ અને સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરવા લાગ્યા કે શું શાહરુખે લતાજીના શરીર પર ‘થૂંક’ નાખ્યું? આ બાબતને લઈને સોશિયલ મીડિયા બે ભાગમાં ફાટી ગયું હતું. શાહરુખે લતા મંગેશકરનું અપમાન કર્યું છે તે સાબિત કરવા માટે એક વર્ગ લાગી ગયો તો, અન્ય એક વર્ગ શાહરૂખ અને તેના મેનેજરનો ફોટો શેર કરતા  ‘આ અમારું ભારત છે’ અને ‘શાહરુખ ખાન રાષ્ટ્રીય ખજાનો છે’ જેવી વસ્તુઓ લખવાનું શરૂ કર્યું.

લતા મંગેશકરે પોતાની કારકિર્દીમાં શાહરૂખ ખાનની ફિલ્મોના ઘણા ગીતો ગાયા હતા. લતા મંગેશકરનો અવાજ હંમેશા શાહરૂખની આસપાસ જ ફરતો હતો. ક્યારેક તે તેની નાયિકાનો અવાજ હતો, તો ક્યારેક તેની માતાનું પાત્ર. છેલ્લું આલ્બમ જેમાં લતા મંગેશકરે તમામ ગીતો ગાયા તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘વીર ઝારા’ હતું.

જ્યારે પણ શાહરૂખ ખાનને લતા મંગેશકર વિશે પૂછવામાં આવતું તો તે વખાણ સાથે એક જ વાત કહેતો- “મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે લતાજી ક્યારેય મારા માટે ગીત ગાઈ શકશે નહીં.” દેખીતી રીતે તે સ્ત્રી હતી. તો તમે પુરુષ અભિનેતા માટે કેવી રીતે પ્લેબેક કરશો? પરંતુ શાહરૂખની આ વાત એ સ્પષ્ટ કરે છે કે તે લતાના વ્યક્તિત્વનું કેટલું સન્માન કરે છે. લતાની સુપ્રસિદ્ધ કારકિર્દીનું મહત્વ તમે કેવી રીતે સમજતા હતા.

પ્રખ્યાત દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખિકા નસરીન મુન્ની કબીરે લતા મંગેશકર પર એક પુસ્તક લખ્યું હતું. Lata Mangeshkar, In Her Own Voice. આ પુસ્તક માટેના એક ઈન્ટરવ્યુમાં નસરીન મુન્ની કબીરે લતા મંગેશકરને શાહરૂખની ઈચ્છા અને પસ્તાવો વિશે પૂછ્યું હતું. જવાબમાં લતા મંગેશકરે કહ્યું ‘શાહરુખ ખાન અલગ અલગ પ્રકારના રોલ કરી શકે છે. ડર અને બાજીગરમાં તેમને વિલનના રોલ કર્યા. પછી આવી “દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે” આ ફિલ્મમાં તેમને રોમાન્ટિક હીરોના આઇડિયાને બદલીને રાખી દીધો. મારી પણ ઈચ્છા છે કે કદાચ હું શાહરુખ ખાન માટે ગાઈ શકતી.”

તાજેતરમાં શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાનને કારણે ચર્ચામાં આવ્યો હતો. આર્યનની નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવીને આર્યન જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ફિલ્મ સમીક્ષક સુભાષ કે. ઝાએ લતા મંગેશકર સાથે વાત કરી હતી. તેણે લતાજીને શાહરૂખ ખાનને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમાં શાહરૂખનો અફસોસ પણ સામેલ હતો.

આ વાતચીતમાં લતા મંગેશકર કહે છે “મેં શાહરૂખને પહેલીવાર ‘ફૌજી’ નામની ટીવી સિરિયલમાં જોયો હતો. એ જમાનો હતો દૂરદર્શનનો. ત્યારે જ તેને જોઈને મને લાગ્યું કે આ છોકરામાં કંઈક ખાસ છે. તે પછી મેં તેને ઉર્મિલા માતોંડકર સાથે ફિલ્મ ‘ચમત્કાર’માં જોયો. એ ફિલ્મમાં શાહરૂખનો અભિનય ખૂબ જ નિર્દોષ અને પ્રામાણિક હતો. બાદમાં મેં તેની ‘દીવાના’ અને ‘બાઝીગર’ જેવી ફિલ્મો જોઈ, જેમાં તેણે નેગેટિવ રોલ કર્યા. તે અભિનય પરથી સ્પષ્ટ હતું કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા કરી શકે છે.

આ વાતચીતમાં લતા મંગેશકરે શાહરૂખની એક વાત ટાંકી હતી અને કહયું હતું કે, “મેં શાહરુખને ક્યાંક એવું કહેતા સાંભળ્યા હતા કે તેને લય અને નૃત્યની કોઈ સમજ નથી. ત્યારબાદ મેં તેને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ‘રુક જા ઓ દિલ દીવાને’ ગીતમાં જોયો હતો. એમાં એણે એટલો સારો અભિનય કર્યો. આ પછી મેં તેને ફિલ્મ ‘દિલ સે’ના ગીત ‘છૈયા છૈયા’ પર ડાન્સ કરતા જોયો. તે સ્વપ્નની જેમ આગળ વધ્યો.”

છેલ્લે તેમણે શાહરૂખ ખાન માટે ગાવાના સવાલ પર વાત કરી. લતા મંગેશકરે કહ્યું “શાહરૂખની સરખામણી દિલીપ કુમાર સાહેબ સાથે થાય છે. તેમણે પણ એક વખત આવી જ ઈચ્છા વ્યક્ત કરી હતી. હું ઈચ્છું છું કે હું શાહરુખ માટે ગીત ગાઈ શકું. ગીતોમાં તેમના અભિવ્યક્તિઓ ખૂબ જ યોગ્ય છે.” કલાકારો પરસ્પર આદરનું મૂલ્ય સમજે છે. કારણ કે તેમની પાસે કળા છે અને એ કળામાંથી આવતી શાણપણ પણ છે. જો કોઈને કંઈક ખબર નથી પડતી અથવા સમજતા નથી, તો તે ટ્રોલ છે. તેમનું એકમાત્ર કામ નફરત ફેલાવવાનું છે.

Niraj Patel